fbpx
રાષ્ટ્રીય

આજે સરકાર અને ખેડૂત સંગઠન વચ્ચે વધુ એક બેઠક મળશે ખેડૂતોની માગણી નહીં સ્વીકારાય તો દિલ્હીમાં દૂધ-શાકભાજી રોકશે ખાપ

કૃષિ કાયદાનો વિરોધ કરતાં ખેડૂતો દિલ્હી બોર્ડરે અડગ છે. બીજી બાજુ બુધવારે ચંડીગઢમાં યુથ કોંગ્રેસે ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શન કર્યું. હાલ ખેડૂતોએ સરકારની કોઇપણ શરત માનવાનો ઇનકાર કર્યો છે. હવે ગુરુવારે થનારી બેઠક પર નજર મંડાઇ છે.
હરિયાણાના જીંદમાં ખાપ પંચાયતોએ સરકારને ચેતવણી આપી છે કે, જાે ૩ ડિસેમ્બરે સરકાર સાથે વાત નહીં બને તો પછી દિલ્હી જતાં ફળ, દૂધ અને શાકભાજીનું સપ્લાઇ બંધ કરશે. અહીં ખેડૂત નેતા ઘરે ઘરે જઇને લોકોને દિલ્હી જવા માટે અપીલ કરી રહ્યાં છે.
ચંડીગઢમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇએ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટર વિરુદ્ધ હલ્લાબોલ કર્યો. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની માગ છે કે, સીએમ ખેડૂતોની માગે. હરિયાણામાં ખેડૂતો પર બળ પ્રયોગ કરવામાં આવ્યું, તે ખોટું છે. પોલીસે યુથ કોંગ્રેસ પર વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.
સાથે જ ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના હેડ કુલતરણ સિંહ અટવાલે કહ્યું કે, જાે ખેડૂતોની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ૮ ડિસેમ્બરથી ઉત્તર ભારતમાં પોતાની તમામ કાર ટ્રકોને રોકી દેવાશે. તે બાદ પણ સરકાર નહીં માને તો દેશ વ્યાપી હડતાળ કરવામાં આવશે.
ખેડૂતોના આંદોલન પર દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠન વચ્ચે બેઠક મળી હતી. આખા દેશમાં ચર્ચાનુ કેન્દ્ર બનેલા ખેડૂત આંદોલન મુદ્દે કરાયેલી આ બેઠકનું કોઇ ખાસ પરિણામ આવ્યું નથી. આ માટે ત્રીજી ડિસેમ્બરે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠન વચ્ચે બીજી બેઠક યોજાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/