fbpx
રાષ્ટ્રીય

ભારત એક સાથે કોરોનાની ૬ રસી પર કરી રહ્યું છે કામ

કોરોના વાયરસ સંક્રમણના નિયંત્રણ અને પ્રબંધન માટે દુનિયાના અલગ-અલગ દેશોમાં કોશિષો ચાલુ છે. રૂસ, ચીનઅને બ્રિટનએ જ્યાં રસી પ્રાપ્ત કરી લીધી છે ત્યાં કેટલાંય દેશોમાં હજુ પણ રિસર્ચ ચાલુ છે. આપને જણાવી દઇએ કે ચીને બીજી ચાર અને રૂસે ૨ વેકસીનના ક્લિનિકલ ટ્રાયલને પૂરી કર્યા બાદ મંજૂરી આપી દીધી. ત્યારબાદ બ્રિટેનએ ફાઇઝરની રસીને ઇમરજન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. તો ભારતમાં પણ ૬ કોરોના રસી પર કામ ચાલી રહ્યું છે. તેમાંથી બે વેક્સીનના માર્ચ ૨૦૨૧ સુધીમાં આવવાની સંભાવના છે.
૧. કોવીશીલ્ડ- ઇમરજન્સી અપ્રૂવલ માટે અરજી કરશે સીરમ
રસી બનાવનાર પ્રમુખ કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાએ શનિવારના રોજ કહ્યું કે તેઓ ભારતમાં એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડની કોવિડ-૧૯ રસીના ઇમરજન્સી ઉપયોગના લાઇસન્સ માટે આવતા બે સપ્તાહમાં અરજી કરવાની પ્રક્રિયામાં છે. એસએલએલના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે રસીના ૪૦ લાખ ડોઝ તૈયાર થઇ ચૂકયા છે. કહેવાય છે કે આ રસી સરકારને ૨૨૫ રૂપિયા અને સામાન્ય લોકોને ૫૦૦ રૂપિયા સુધીમાં મળશે.
૨. કોવેક્સીન- ફેબ્રુઆરી કે માર્ચ સુધીમાં કરી શકે છે ઇમરજન્સી અપ્રૂવલ માટે અપ્લાય
ભારત બાયોટેક, એનઆઈવી અને આઈસીએમઆર સાથે મળીને બનાવેલ રસીને અત્યાર સુધીમાં બે તબક્કાનું ટ્રાયલ કરી ચૂકયા છે. હજી સુધી કોઇ વેક્સીન વોલેન્ટિયર પર તેની સઇડ ઇફેકટ દેખાઇ નથી. કંપનીએ નવેમ્બરમાં જ ૨૫ જગ્યા પર તેના ત્રીજા તબક્કાનું ટ્રાયલ્સ શરૂ કર્યું છે. હજુ સુધી કંપનીએ નક્કી નથી કર્યું કે આ વેક્સીનની કિંમત શું હશે. પરંતુ ફેબ્રુઆરી કે માર્ચમાં તેના ઇમરજન્સી અપ્રૂવલ માટે અરજી કરી શકે છે.
૩. ડૉ.રેડ્ડીઝ, આરડીઆઈએફ એ ભારતમાં શરૂ કર્યું સ્પૂતનિક-ફ રસીનું પરીક્ષણ
ડૉ.રેડ્ડીઝ લેબોરેટરી અને રૂસી ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એ મંગળવારના રોજ કહ્યું કે તેમણે કોરાના વાયરસની સ્પૂતનિક-ફ રસીનું ભારતમાં બીજા અને ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે કસૌલી સ્થિત ઔષધિ પ્રયોગશાળામાંથી જરૂરી મંજૂરી મળ્યા બાદ પરીક્ષણ શરૂ થઇ ગયું છે.
૪. ઝાયડસ કેડિલા ત્રીજા તબક્કાની તૈયારીમાં
દવા બનાવતી કંપની ઝાયડસ કેડિલા એ કોરોનાની સંભવિત રસી ઢઅર્ઝ્રદૃ-ડ્ઢનો વિકાસ કર્યો છે. કંપનીએ તાજેતરમાં જ પોતાની રસીના પહેલાં તબક્કાનું ટ્રાયલ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ હજી સુધી એ સ્પષ્ટતા નથી કરી કે રસીનો ભાવ શું રહેશે.
૫. હૈદરાબાદની બાયોલોજિકલ ઈ સાથે રસી માટે કરાર
અમેરિકન કંપની ડાયનાવેક્સ ટેકનોલોજી કોર્પોરેશન અને હ્યુસ્ટનના બેયલર કોલેજ ઓફ મેડિસિન એ મળી રસી બનાવી છે. તેના માટે કંપનીએ હૈદરાબાદની બાયોલોજિકલ ઈ એ રસી માટે કરાર કર્યો છે. તાજેતરમાં જ તેનું ફેઝ ૧ અને ૨ નું ટ્રાયલ શરૂ કરાશે. તેના માટે દીસીજીઆઈમાંથી મંજૂરી મળી ગઇ છે.
૬. પૂણેના જીનેવા ફાર્મા અને એચડીટી બાયોટેકની રસી
અમેરિકાની એચડીટી બાયોટેક કોર્પોરેશનની સાથે પૂણેની કંપની જીનેવા ફાર્મા એ એમઆરએનએ વેકસીન એચજીસીઓ૧૯ વિકસિત કરી છે. હજુ સુધી કંપનીએ ફેઝ ૧/૨ માટે અપ્લાય કર્યું નથી. હીજી ધી માનવીય શરીર પર તેનું ટ્રાયલ શરૂ થયું નથી પરંતુ ૨૦૨૧ જુલાઇ બાદ તે પણ બજારમાં આવવાની શકયતા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/