fbpx
રાષ્ટ્રીય

દેશમાં એક દિવસમાં ૩૨ હજારથી વધુ કોરોના કેસ, વિશ્વમાં કુલ ૬.૭૩ કરોડ કેસ કોરોના મામલે ભારતને મોટી સફળતા મળી, રિકવરી રેટ ૯૪.૪૫% પર પહોંચ્યો

વિશ્વભરમાં કોરોનાના પ્રકોપ વચ્ચે ભારત આ મહામારી સામેનો જંગ જીતો રહ્યું છે. અત્યાર સુધી દેશમાં ૯૬ લાખથી વધુ કેસોમાંથી ૯૧ લાખથી વધુ દર્દી સાજા થઇ ગયા છે. જ્યારે વિશ્વમાં કોરોનાના કેસો વધીને ૬.૭૩ કરોડ થઇ ગયા છે અને મૃત્યુઆંક ૧૫ લાખથી વધુ છે. જ્યારે ૪.૬૫ કરોડ લોકો રિકવર પણ થયા છે જે સારી વાત છે.
વિશ્વમાં કોરોના પ્રભાવિત દેશોમાં અમેરિકા ૧.૫૧ કરોડ સંક્રમિતો સાથે પ્રથમ ક્રમે છે. અહીં ૨.૮૮ લોકોના કોરોનાથી મોત થઇ ગયા છે.
કોરોનાના કેસોના મામલે ભારત વિશ્વમાં બીજા સ્થાને છે. દેશમાં કોરોના કેસ વધીને ૯૬.૭૭ લાખ થયા છે. અલબત્ત ૯૧.૩૯ લાખ દર્દી સાજા થઇ ગયા છે. અત્યારે દેશમાં માત્ર ૪ લાખથી ઓછા કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ એક દિવસમાં ૩૨,૯૮૧ કેસ મળ્યા. તેની સાથે કેસોની સંખ્યા ૯૬,૭૭,૨૦૩ ગયા છે. જ્યારે એક દિવસમાં દેશમાં ૩૯૧ લોકોનાં મોત નીપજ્યાં. તેથી સાથે કોરોના મૃત્યુઆંક ૧,૪૦,૫૭૩ થયો છે. આંકડા મુજબ હાલમાં ૩,૯૬,૭૨૯ દર્દીની સારવાર ચાલી રહી છે. જે આંકડો ૪.૧૦ ટકા છે.
આંકડા મુજબ ૯૧,૩૯,૯૦૧ લોકો સાજા થવાની સાથે દેશમાં રિકવરી રેટ ૯૪.૪૫ ટકા છે. જ્યારે કોવિડ-૧૯નો મૃત્યુદર દેશમાં ૧.૪૫ ટકા છે. ભારતમાં ૭ ઓગસ્ટે સંક્રમિતોની સંખ્યા ૨૦ લાખ, ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ અને ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખને પાર પહોંચી ગઇ હતી.
જ્યારે દેશમાં ૧૬ સપ્ટેમ્બરે કોરોનાના કુલ કેસ ૫૦ લાખને પાર થઇ ગયા હતા. ૨૮ સપ્ટેમ્બરે ૬૦ લાખ, ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ અને ૨૦ નવેમ્બરે ૯૦ લાખથી વધુ કોરોના કેસ થયા હતા. હવે આવતા સપ્તાહે આ આંકડો એક કરોડને પાર પહોંચવાની સંભાવના છે. કોરોનાગ્રસ્ત દેશોમાં બ્રાઝીલ, રશિયા, ફ્રાન્સ ઇટાલી અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા અને છઠ્ઠા ક્રમે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/