fbpx
રાષ્ટ્રીય

રિકવરી દર ૯૪.૫૯ ટકા અને મૃત્યુ દર ૩.૯૬ ટકા થયો કોરોના હાંફ્યોઃ ૨૪ કલાકમાં ૨૬,૫૬૭ પોઝિટિવ કેસ નોંધાયા

કોરોનાના સક્રિય કેસ ૪ લાખની નીચે પહોંચ્યા, વધુ ૩૮૫ના મોત સાથે મૃત્યુઆંક ૧,૪૦,૯૫૮એ પહોંચ્યો

કોરોના વાયરસને કહેર આખા દેશમાં ફેલાયેલો છે. બે મહિના બાદ તો એક વર્ષ પૂરું થવા આવશે તે પહેલાં જ આજે કોરોના વાયરસને લઇ એક સમાચાર આવ્યા છે. જી હા આજે પાંચ મહિના બાદ કોરોના વાયરસના કેસમાં ઘટાડો દેખાયો છે.
આખા દેશમાં છેલ્લાં કેટલાંય દિવસથી એવી વાતો ચાલી રહી છે કે કોરોનાની બીજી તો કયાંક ત્રીજી લહેરની ચર્ચા ચાલી રહી હતી. તેની વચ્ચે આજે જાણે કોરોના હાંફવા લાગ્યો હોય તેવા સમાચાર સામે આવ્યા છે. લોકોની જાગૃતતા અને સરકારના અથાગ પ્રયત્નોના લીધે કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૬,૫૬૭ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો ૯૭,૦૩,૭૭૦ પર પહોંચ્યો છે. જેમાંથી હાલ ૩,૮૩,૮૬૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ૯૧,૭૮,૯૪૬ દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી ૩૮૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. કુલ મૃત્યુઆંક ૧,૪૦,૯૫૮ પર પહોંચ્યો છે. ૨૪ કલાકમાં ૩૯,૦૪૫ લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.
ભારતમાં ૭મી ઑગસ્ટના રોજ સંક્રમિતોની સંખ્યા ૨૦ લાખ, ૨૩ ઑગસ્ટના રોજ ૩૦ લાખ અને પાંચ સપ્ટેમ્બરના રોજ ૪૦ લાખને પાર થઇ ગઇ હતી. તો કુલ કેસ ૧૬ સપ્ટેમ્બરના રોજ ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બરના રોજ ૬૦ લાખ, ૧૧ ઑક્ટોબરના રોજ ૭૦ લાખ, ૨૯ ઑક્ટોબરના રોજ ૮૦ લાખ અને ૨૦ નવેમ્બરના રોજ ૯૦ લાખને પાર થઇ ગઇ હતી. ૈંઝ્રસ્ઇના મતે ૭ ડિસેમ્બર સુધીમાં ૧૪,૮૮,૧૪,૦૫૫ નમૂનાઓની કોવિડ-૧૯ સંબંધિત તપાસ કરાઇ, તેમાંથી ૧૦,૨૬,૩૯૯ નમૂનાનું ટેસ્ટિંગ સોમવારના રોજ કરાયું.
રાહતની વાત એ છે કે નવા કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આ સંખ્યા રોજની ૬૦થી ૭૦ હજાર સુધી પહોંચી ગઈ હતી. પરંતુ ધીરે ધીરે ઘટીને હવે ૩૦ હજારથી નીચે આવી છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં પણ ભારે ઘટાડો જાેવા મળી રહ્યો છે. હાલ દેશમાં કુલ ૩,૮૩,૮૬૬ લોકો કોરોના સંક્રમિત છે. જ્યારે ૯૧ લાખથી વધુ લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/