fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાને કચ્છમાં ત્રણ મહત્ત્વના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું દિલ્હી આસપાસ ખેડૂતોને ભ્રમિત કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છેઃ મોદી

કચ્છમાં અલ્ટ્રા મેગા હાઇબ્રીડ પાર્ક-દરિયાના ખારા પાણીને મીઠુ બનાવવા અને કચ્છ ડેરીના પ્લાન્ટનું વડાપ્રધાનના હસ્તે ભૂમિ પૂજન-શિલાન્યાસ,ધોરડોમાં ૧૦ કરોડ લીટરની ક્ષમતા ધરાવતા વોટર ડિસિલિનેશન પ્લાન્ટનું કર્યુ લોકાર્પણ, આ એનર્જી પાર્કથી ૧ લાખ લોકોને રોજગારી મળશે, કચ્છ સૌથી ઝડપથી વિકસતો પ્રદેશ છે કચ્છમાંથી નવી ઉર્જાનો સંચાર થાય છે
સરકારના હૈયે ખેડૂતોનું હિત-દિલ્હીમાં અન્નદાતાઓને ભ્રમિત કરવાનું ષડયંત્ર-ખેડુતોના ખંભે બંધુક ફોડાય છે, ખેડૂતોની શંકાના સમાધાન માટે સરકાર ૨૪ કલાક તૈયાર, ખેડૂતોનાં હિત પહેલા દિવસથી અમારી સરકારની પ્રાથમિકતા રહી છે
ભચાઉ, રાપર અને ગાંધીધામ તાલુકાને વધારાનું પાણી મળશે
સભાસ્થળે વડાપ્રધાનએ ખેડૂત આંદોલન વચ્ચે લખપતના શીખ ખેડૂતો સાથે સંવાદ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસની ગુજરાતની મુલાકાતે છે. ઁસ્ મોદીએ કચ્છમાં ત્રણ મહત્વના પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કર્યુ હતું. પીએમ મોદી કચ્છના રણમાં ઘોરડો નજીક વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કનું ભૂમિપૂજન કરવા ઉપરાંત માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટ અને સરહદ ડેરીના પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો.
પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત કચ્છીમાં કરી હતી. તેમણે કહ્યું કે, કચ્છ આખા દેશની ઓળખ છે. કચ્છમાં આવીને કચ્છમાં આવીને શરીરમાં એક નવી ઊર્જાનો સંચાર થાય છે. આજે સરદાર પટેલની પુણ્યતિથિ છે અને આ અવસરે કચ્છમાં દુનિયાનો સૌથી મોટા રિન્યૂઅબલ એનર્જી પાર્કનું ભૂમિપુજન કર્યું તેને જાતા લાગે છે કે, સરદાર સાહેબનું સપનું ખુબ જ ઝડપી સાકાર થશે.
કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપને યાદ કરતા તેમણે કહ્યું કે, કચ્છમાં ભયાનક ભૂકંપ આવ્યો લોકોના ઘરો તૂટી ગયા પરંતુ કચ્છી લોકોના મનોબળને ભૂકંપ તોડી શક્યો નહી. ભૂકંપે કચ્છને સંપૂર્ણ રીતે તબાહ કરી નાંખ્યુ હતું. તેમ છતાં હવે કચ્છની પ્રવાસન ક્ષેત્રે આખી દુનિયામાં આગવી ઓળખ ઉભી થઇ ગઇ છે. વિદેશી પ્રવાસીઓ કચ્છનું સફેદ રણ જાેવા આવે છે. કચ્છનું રણ અને રણોત્સવ જાેવા માટે લાખો પ્રવાસીઓ આવે છે. સાથે જ કચ્છના લોકોએ આખા દેશના લોકોને આર્ત્મનિભર રહેવાનું શીખવ્યું છે. તેમણે કહ્યું કે, એક સમયે કચ્છ એકલો-અટૂલો પ્રદેશ હતો અને હવે તે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. કચ્છનો વિકાસ સ્કોલરો માટે અભ્યાસનો વિષય છે.
આ પ્રસંગે તેમણે ૧૧૮ વર્ષ જૂનો એક કિસ્સો યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, તે સમયે કચ્છમાં એક્ઝિબિશનમાં સૂર્ય તાપયંત્ર મૂક્વામાં આવ્યું હતું. પરંતુ અત્યારે હાઇબ્રિડ એનર્જી પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, આ એનર્જી પાર્કથી ૧ લાખ લોકોને રોજગારી મળશે અને ૧.૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે. તેમણએ જણાવ્યું કે, હાઈબ્રીડ પ્રોજેક્ટથી સરહદની સુરક્ષામાં વધારો થશે કેમકે ૧ એનર્જી પાર્ક ૯ કરોડ વૃક્ષો ઉગાડવા બરાબર છે.
વડાપ્રધાન મોદીએ કચ્છમાં ખેડૂતોના એક ગ્રુપ સાથે મુલાકાત કરી હતી. ઁસ્ મોદીએ છેલ્લા ૨૦ દિવસથી નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ બિલ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની પણ વાત કહી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, ખેડૂતોને ભ્રમિત કરવાનું મોટુ ષડયંત્ર ચાલી રહ્યુ છે. સરકાર ૨૪ કલાક ખેડૂતોના હિત માટે જ વિચારે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, “હું પોતાના ખેડૂત ભાઇઓને કહી રહ્યો છું કે તેમની તમામ વાત સાંભળવા માટે સરકાર ૨૪ કલાક તૈયાર છે, ખેડૂતોનું હિત પહેલા દિવસથી અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતામાંથી એક રહ્યુ છે. ખેડૂતોનો ખર્ચ ઓછો થાય, નવા નવા વિકલ્પ મળે, તેમની આવક વધે, ખેડૂતોની મુશ્કેલી ઓછી થાય, તેની માટે અમે નિરંતર કામ કર્યુ, અમારી સરકારની નિયત અમારી સરકારનો પ્રયાસ હતો જેને આખા દેશના દરેક ખુણાના ખેડૂતોએ આશીર્વાદ આપ્યા. ખેડૂતોના આશીર્વાદની આ તાકાત જે ભ્રમ ફેલાવનારા લોકો છે, જે ખેડૂતોના ખભા પર બંદૂકો ફોડી રહ્યા છે, દેશના તમામ જાગૃત ખેડૂત તેમણે પરાસ્ત કરીને જ રહેશે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે દિલ્હીની આસપાસ આજકાલ ખેડૂતોને ડરાવવાનું ષડયંત્ર ચાલી રહ્યુ છે. શું જાે કોઇ તમારી પાસે દૂધ લેવાનો કોન્ટ્રાક્ટ કરે છે તો શું ભેસ લઇને જતો રહે છે? જેવી આઝાદી પશુપાલકોને મળી રહી છે, તેવી જ આઝાદી અમે ખેડૂતોને આપી રહ્યા છીએ. કેટલાક વર્ષથી ખેડૂત સંગઠન તેની માંગ કરતા હતા, વિપક્ષ આજે ખેડૂતોને ગુમરાહ કરી રહ્યુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/