fbpx
રાષ્ટ્રીય

સુપ્રિમ કોર્ટમાં ખેડૂત આંદોલન મુદ્દે સુનાવણી ટળીખેડૂતોને દેખાવો કરવાનો હક્ક,શહેરને બાનમાં લઇ ન શકેઃ સુપ્રિમ

કોર્ટમાં કિસાન સંગઠન ન હોવાના કારણે કમીટી અંગે ર્નિણય ન થઇ શકયો, સુપ્રિમ કોર્ટે સરકારને કહ્યું કે સુનાવણી થાય ત્યાં સુધી કૃષિ કાનુન પર અમલ રોકવાની સંભાવના તપાસે
આંદોલન ખેડૂતોનો અધિકાર છે, તેના પર રોક લગાવી શકાય નહીં, પ્રદર્શનનું પણ એક લક્ષ્ય હોય છે, જે વાતચીતથી નીકળી શકે,ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ માટે મંજૂરી આપવી જાેઇએ કે નહીં, તે ર્નિણય પોલીસનો હશે
આગામી અઠવાડિયે એકવાર ફરી સુનાવણી થશે જેમાં બેંચ અને કમિટી મુદ્દે ચર્ચા થશે

સુપ્રીમ કૉર્ટમાં ખેડૂત આંદોલનને લઇને થઈ રહેલી સુનાવણી ટળી ચુકી છે. સર્વોચ્ચ અદાલતે ગુરૂવારના કહ્યું છે કે તે ખેડૂતોનો પક્ષ જાણ્યા વગર ર્નિણય નહીં લે. આવામાં હજુ સરકાર અને ખેડૂતોની વચ્ચે કમિટી બનાવવા પર કોઈ ર્નિણય નથી થયો. જાે કે સુનાવણી દરમિયાન કેટલીક સખ્ત ટિપ્પણીઓ કરવામાં આવી જેમાં સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, પ્રદર્શન ખેડૂતોનો હક છે, પરંતુ રાસ્તા બંધ ના થવા જાેઇએ. અદાલતે સરકારને સલાહ પણ આપી કે તે કેટલાક સમય સુધી કાયદાને હૉલ્ડ રાખવા પર વિચાર કરે.
સુપ્રીમ કૉર્ટમાં સુનાવણી દરમિયાન જ્યારે અરજીકર્તાઓ તરફથી પ્રદર્શનકારીઓને રસ્તાથી હટાવવાની માંગ કરવામાં આવી ત્યારે ચીફ જસ્ટિસે કહ્યું કે, પ્રદર્શન કરવું ખેડૂતોનો અધિકાર છે. આવામાં તેમાં કાપ ના મુકી શકાય. જાે કે આ અધિકારથી કોઈ બીજાને મુશ્કેલી ના આવે તેના પર વિચાર થઈ શકે છે. ચીફ જસ્ટિસ તરફથી કહેવામાં આવ્યું કે પ્રદર્શનનું પણ એક લક્ષ્ય હોય છે, જે વાતચીતથી નીકળી શકે છે. આ જ કારણ છે કે અમે કમિટી બનાવવાની વાત કહી રહ્યા છીએ. કમિટીમાં એક્સપર્ટ હોઈ શકે છે જે પોતાનું મંતવ્ય રાખે છે. ત્યાં સુધી ખેડૂતોને પ્રદર્શન કરવાનો અધિકાર છે.
સુપ્રીમ કૉર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે, પ્રદર્શન ચાલતુ રહેવું જાેઇએ, પરંતુ રસ્તાઓ અવરોધિત ના થાય. પોલીસે પણ કોઈ કાર્યવાહી ના કરવી જાેઇએ, વાતચીતથી ઉકેલ નીકાળવો જરૂરી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કૉર્ટ તરફથી કહેવામાં આવ્યું કે, અમને કાલે ખબર પડી કે સરકાર વાતચીતથી ઉકેલ નથી લાવી શકી રહી. જેના પર સરકારે કોર્ટમાં જવાબ આપ્યો કે ખેડુતો ‘હા અથવા ના’માં જવાબ માંગે છે અને ટસના મસ નથી થઈ રહ્યા. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સલાહ આપવામાં આવી કે કોઈ સમિતિની રચના થાય ત્યાં સુધી અને તેમાંથી કોઈ ર્નિણય ન આવે ત્યાં સુધી સરકાર તેનો કાયદો રોકી રાખે, પરંતુ છય્એ તેનો ઇનકાર કર્યો હતો. છય્એ દલીલ કરી હતી કે જાે આવું થાય તો ખેડુતો આગળ વાત કરશે નહીં.
અરજદાર વતી હરીશ સાલ્વેએ દલીલોની શરૂ કરી હતી, તેમણે કહ્યું કે આ પ્રદર્શનને કારણે દિલ્હીની જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા બંધ થવાને કારણે શાકભાજીના ભાવ વધી રહ્યા છે, આવી સ્થિતિમાં આ યોગ્ય નથી. દિલ્હીના લોકો ગુરુગ્રામ-નોઈડામાં કામ કરવા જાય છે, જે તેમના માટે મુશ્કેલ બની રહ્યું છે. વધુ સુનાવણીમાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે દિલ્હીને અવરોધિત કરવાથી દિલ્હીની જનતા ભૂખી થઈ જશે. જાે કોઈ ચર્ચા કરવામાં નહીં આવે, તો ઉદ્દેશ પરિપૂર્ણ નહીં થાય.
સુપ્રીમ કૉર્ટમાં દિલ્હી સરકારે નારાજગી વ્યક્ત કરી. બીજી તરફ પંજાબ તરફથી પી. ચિદમ્બરમ હાજર રહ્યા. તેમણે કહ્યું કે, સુપ્રીમ કૉર્ટ કોઈ કમિટી બનાવે છે તો તેમને કોઈ વાંધો નથી. પંજાબ તરફથી કહેવામાં આવ્યું કે, ખેડૂતો ચૂપચાપ જંતર-મંતર જવા ઇચ્છતા હતા, આવામાં સરકારે તેમને કેમ રોક્યા? આ દરમિયાન ઝ્રત્નૈંએ પૂછ્યું કે જાે આટલી મોટી ભીડ શહેરમાં આવશે તો મુશ્કેલીઓ નહીં થાય? અદાલતે કહ્યું કે, લૉ એન્ડ ઑર્ડર કૉર્ટ ના જાેઇ શકે. અદાલતે કહ્યું કે, ખેડૂતોના મંતવ્ય પછી તે કમિટીનું ગઠન કરશે, જેમાં એક્સપર્ટ હશે. હવે આગળના કેસની સુનાવણી વેકેશન બેંચ કરશે. આવતા અઠવાડિયે એકવાર ફરી આના પર સુનાવણી થશે, જેમાં બેંચ અને કમિટીને લઇને ચર્ચા થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/