fbpx
રાષ્ટ્રીય

ભારતીય મૂળના વેદાંત પટેલની વ્હાઈટ હાઉસના સહાયક પ્રેસ સચિવ તરીકે પસંદગી

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જાે બાઈડેન સતત પોતાની ટીમનો વિસ્તાર કરી રહ્યાં છે. જે અંતર્ગત તેમણે વ્હાઈટ હાઉસના કૉમ્યુનિકેશન અને પ્રેસ સ્ટાફના ૧૬ સભ્યોના નામ જાહેર કર્યા છે. જેમાં ભારતીય મૂળના અમેરિકન વેદાંત પટેલની સહાયક પ્રેસ સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન બાઈડેનના અભિયાન દરમિયાન વેદાંત પટેલે મહત્વની જવાબદારી સંભાળી હતી. અગાઉ વેદાંત પટેલે ડેમોક્રેટિક નેશનલ કમિટીમાં પશ્ચિમી ક્ષેત્રના પ્રેસ સચિવ અને કોંગ્રેસી માઈક હોંડાના ડિરેક્ટર ઑફ કૉમ્યુનિકેશન, ભારતીય અમેરીકી કોંગ્રેસ મહિલા પ્રમિલા જયપાલના ડિરેક્ટર ઑફ કૉમ્યુનિકેશન તરીકે કામ કર્યું હતું.
ભારતમાં જન્મેલા અને કેલિફોર્નિયામાં ઉછરેલા વેદાંત પટેલે કેલિફોર્નિયા યુનિવર્સિટી-રિવરસાઈડ અને ફ્લોરિડા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ કર્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/