fbpx
રાષ્ટ્રીય

ભારતમાં કોરોનાના નવા 23950 કેસ

ભારતમાં કોરોનાના નવા કેસોમાં વધારાનો દોર યથાવત હોય તેમ નવા કેસમાં ફરી વૃદ્ધિ થઈ છે. આજે 23950 નવા કેસ નોંધાયા હતા જયારે 333નો ભોગ લેવાયો હતો.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સતાવાર આંકડાકીય રીપોર્ટ પ્રમાણે મંગળવારે નવા કેસોની સંખ્યા 20 હજારથી નીચે રહ્યા બાદ આજે ફરી કેસ વધી ગયા છે. ચોવીસ કલાકમાં 23950 કેસ નોંધાયા હતા. કુલ આંકડો 1,00,99,066 પર પહોંચ્યો છે. ચોવીસ કલાકમાં 26895 દર્દીઓ સાજા થતા ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. રીકવરી રેટ 95.65 ટકાએ પહોંચ્યા છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા 96.63 લાખ પર પહોંચી છે.

દેશમાં કોરોનાથી વધુ 333 લોકોના મોત નિપજયા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક 1.46 લાખ થયો છે. કોરોનાથી મૃત્યુદર 1.45 ટકા છે.આરોગ્ય મંત્રાલયના રીપોર્ટમાં એમ જણાવાયુ છે કે નવા કેસ કરતા સાજા થતા દર્દીઓની સંખ્યા વધુ રહેતી હોવાથી રાહત છે અને કોઈ ગભરાટ રાખવાની જરૂર નથી. એકાદ મહિનાથી દેશમાં કોરોનાની રફતાર ધીમી પડી જ ગઈ છે તેમાં કોઈ મોટો વધારો થયો નથી. ભારતમાંકોરોનાના કુલ 20 લાખ કેસ 7મી ઓગષ્ટે નોંધાયા હતા ત્યારબાદ 30 લાખની સંખ્યા 23 ઓગષ્ટે નોંધાઈ હતી. 5 સપ્ટેમ્બરે આંકડો 40 લાખ, 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓકટોબરે 70 લાખ, 29 ઓકટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ તથા 19 ડિસેમ્બરે આંકડો 1 કરોડે પહોંચ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/