ખેડૂત આંદોલનના ૨૮ દિવસઃ સરકાર પોતાના ઇરાદા ઉપર અને ખેડૂતો નવા કૃષિ કાયદાને પરત ખેચવા ઉપર અડગ
ખેડૂત આંદોલનનો આજે 28મો દિવસ છે પરંતુ હજુ સુધી સરકાર અને ખેડૂતો વચ્ચે કોઇ વાત બની નથી. સરકાર પોતાના ઇરાદા પર અડગ છે તો ખેડૂત ત્રણ નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યા છે. સરકારે ફરી એક વખત વાતચીતનો પ્રસ્તાવ મોકલ્યો છે જેની પર ખેડૂતો વિચાર કરી રહ્યા છે માં કોંગ્રેસનો થાળી પીટી આંદોલન કિસાન દિવસ પર કોંગ્રેસનું કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન શરૂ થઇ ગયુ છે. થાળી પીટીને ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસે આંદોલન શરૂ કર્યુ છે. પ્રદર્શનને જોતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુને હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા છે. ખેડૂતોના સમર્થનમાં AAP નું પ્રદર્શન ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટી ( ખેડૂતોને મળવા પહોચ્યુ તૃણમૂલ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ સિંધુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મળવા તૃણમૂલ કોંગ્રેસ ( સાંસદોનું એક પ્રતિનિધિમંડળ પહોચ્યુ છે. જેમાં પ્રતિનિધિમંડળમાં ડેરેક ઓ બ્રાયન શતાબ્દી રોય પ્રસૂન બેનર્જી પ્રતિમા મંડલ અને મોહમ્મદ નદીમુલ હક સામેલ છે. તૃણમૂલ સાંસદોનું કહેવુ છે કે અમે મુખ્યમંત્રી મમતા બેનરજીના આદેશ પર ખેડૂતોના સમર્થનમાં અહી આવ્યા છીએ. દિલ્હીની સરહદો પર ભેગા થયેલા ખેડૂતોનું આંદોલન 28માં દિવસ પણ ચાલુ છે. આજે ખેડૂત દિવસ છે. આ પ્રસંગે ખેડૂત સંગઠનોએ પ્રદર્શન ઝડપી કરવાની જાહેરાત કરી છે. ખેડૂત સંગઠનોએ અપીલ કરી છે કે આજે દેશવાસી તેમના સમર્થનમાં એક સમયનું ભોજન ના કરે. આ વચ્ચે ખેડૂત દિલ્હીની સરહદ પર ભેગા થયેલા કિસાન સંગઠન બેઠક કરવાના છે જેથી આગળની રણનીતિ નક્કી થઇ શકે. ખેડૂતોએ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સરકારની ઘેરાબંધી કરવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે.
Recent Comments