fbpx
રાષ્ટ્રીય

‘સાસુના મેણાં-ટોણાં તો લગ્નજીવનનો ભાગ છેઃ વહુની ફરીયાદ પર કોર્ટનો ચુકાદો

લગ્ન પછી પારિવારિક જીવનને લઈને મુંબઈની કોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. કોર્ટે એક કેસનો ચુકાદો આપતા મજાકમાં વાતચીત કરવી અને સાસુ-સસરાના મેણાં-ટોણાંને લગ્ન જીવનનો ભાગ જણાવ્યો છે. કોર્ટે કહ્યું કે આ દરેક પરિવારમાં થાય છે. સેશન કોર્ટે માલાબાર હિલ નિવાસી ૮૦ અને ૭૫ વર્ષના વૃદ્ધ કપલને આગોતરા જામીન આપ્યા હતા.
૩૦ વર્ષની મહિલાના લગ્ન હવે દુબઈમાં વસી ગયેલા પોતાના એક સ્કૂલ ફ્રેન્ડ સાથે ૨૦૧૮માં થયા હતા. મહિલા અનુસાર લગ્નના કેટલાક દિવસો પહેલા જ રજિસ્ટ્રેશન માટે દસ્તાવેજ તૈયાર કરતા સમયે તેને ખબર પડી હતી કે હકિકતમાં તેનો પતિ ઘરમાં કામ કરવાવાળી બાઈનો દીકરો હતો અને જેને તેના સાસુ સસરાએ પાળી-પોશીને મોટો કર્યો હતો.
મહિલા અનુસાર તેના સાસુ-સસરાએ એક તો તેને કોઈ ગિફ્ટ આપી નહોતી. ઉપરથી તેના દોઢ કરોડ કિંમતના હીરા અને સોનાના આભુષણોને પણ પોતાના કબ્જામાં કરી લીધા હતા. જેને તેના પેરેન્ટ્‌સે લગ્નમાં આપ્યા હતા. સાથે જ તેને ફ્રીજને અડવાની પણ મંજૂરી નહોતા આપતા. વાસી ખાવાનું આપવામાં આવતું હતું અને લિવિંગ રુમમાં જ સુવા માટે મજબૂર કરવામાં આવે છે.
પતિને જ્યારે આ વાત કરતી ત્યારે તે મજાકમાં ઉડાવી દેતો હતો અને પેરેન્ટ્‌સની જ બધી વાત માનતો હતો. એક વાર દુબઈથી પરત ફરતા સમયે પતિએ ૧૫ કિલો ડ્રાય ફ્રુટ્‌સ મોકલાવ્યા હતા. પરંતુ સાસરે પહોંચીને પેકેટ લેતા પહેલા સાસુએ તેનું વજન કરાવ્યું હતું. એટલું જ નહીં તેને પોતાના માતા-પિતાના ઘરે જવાની પણ મંજૂરી નહોતી આપવામાં આવી.
તો બીજી તરફ સાસુ-સસરા પક્ષના વકીલે કોર્ટે કહ્યું કે મહિલાને તેનો પતિ સાસુ-સસરા દ્વારા ખોળે લેવામાં આવ્યો હોવાની પહેલાથી જ જાણકારી હતી. લગ્ન પછી તે ફક્ત ૧૦ દિવસ માટે જ સાસુ સસરા સાથે રહી છે. તેમણે એમ પણ કહ્યું કે લગ્નનો ખર્ચો પણ બંને પરિવારે એક સરખો ઉઠાવ્યો છે. જાેકે કોર્ટે સાસુ-સસરા દુબઈ ન ચાલ્યા જાય માટે તેમના પાસપોર્ટ જમા કરાવી દીધા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/