fbpx
અમરેલી

તા.૧૪ ડિસેમ્બરે યોજાશે રાષ્ટ્રીય લોક અદાલત

 અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ચેરમેન અને પ્રિ‍ન્સીપાલ ડિસ્ટ્રિકટ જજ શ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા અદાલત તેમજ જિલ્લાની દરેક તાલુકાની કોર્ટમાં તા.૧૪ ડિસેમ્બર, ૨૦૨૪ને શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.આ લોક અદાલતનો મહત્તમ પક્ષકારો લાભ લઈ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષકશ્રી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવ સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસશ્રી દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિને જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

મોટર અકસ્માતના વળતરના કેસ, દીવાની દાવા, ચેક પરતને લાગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, માત્ર દંડથી શિક્ષાપાત્ર જેવા તમામ પ્રકારના કે, રાજ્યના કોઈપણ જિલ્લા, તાલુકા, ટ્રિબ્યુનલ કે હાઇકોર્ટમાં પડતર હોય તેવા કેસ સમાધાન માટે આ લોક અદાલતમાં મૂકી શકાશે.આ તકનો લાભ લેવા નજીકની તાલુકા, જિલ્લા કે હાઈકોર્ટમાં કાનૂની સેવા સત્તા મંડળનો અથવા ટોલ ફ્રી નંબર ૧૫૧૦૦ ઉપર સંપર્ક કરવો, કાનૂની સેવા સત્તા મંડળની વેબસાઇટની મુલાકાત કરવી, તેમ અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts