fbpx
રાષ્ટ્રીય

જાે કે, પહેલાં વેક્સિન પાડોશી દેશોને આપવામાં આવશે ભારતમાં બનેલ કોરોના વેક્સિનની બોલબાલાઃ દુનિયાના ૯ દેશોએ માંગી

દેશમાં કોરોના વાયરસની બે વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે પરવાનગી મળવાની સાથે જ દુનિયાની નજરો હવે ભારત પર છે. દુનિયાના મોટાભાગના દેશ ભારતની કોરોના વેક્સિન લેવા માગે છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ભારત બાયોટેકની વેક્સિનના ૨૦ લાખ ડોઝ તાત્કાલિક આપવા અનુરોધ કર્યો છે. જાે કે, પહેલાં વેક્સિન પાડોશી દેશોને આપવામાં આવશે. તે બાદ અન્ય દેશોને આપવામાં આવશે.
કોરોના મહામારી વચ્ચે દુનિયામાં વેક્સિનની આતુરતાથી રાહ જાેવા રહી છે. ભારતમાં બે વેક્સિનના ઉપયોગને પરમિશન મળ્યાં બાદ બ્રાઝિલ, મોરક્કો, સઉદી અરબ, મ્યાંમાર, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોએ ભારત પાસેથી વેક્સિનની માગ કરી છે. સૂત્રોનું માનીએ તો, વેક્સિન વિતરણમાં ભારત સરકાર બાંગ્લાદેશ, ભૂતાન, નેપાલ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન જેવા પાડોશી દેશોને મહત્વ આપશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, ભારત શરૂઆતથી જ દુનિયા સાથે કોરોનાની જંગ લડી રહ્યું છે. અમે આ દિશામાં સહયોગ આપવાને પોતાના કર્તવ્ય તરીકે લઇએ છે. અમારો પ્રયાસ છે કે, આ જંગમાં અમે દુનિયાની વધુમાં વધુ મદદ કરી શકીએ.
ભારતમાં બનેલી કોરોના વેક્સિનના ચીને વખાણ કરતાં કહ્યું કે, તેના દક્ષિણ એશિયાઇ પાડોશી દેશમાં બનેલી વેક્સિનની ગુણવત્તા કોઇનાથી ઓછી નથી. ચીન કમ્યુનિસ્ટ પાર્ટીના ગ્લોબલ ટાઇમ્સમાં પ્રકાશિત એક લેખમાં ચીની વિશેષજ્ઞોએ એક સ્વરમાં કહ્યું કે, ભારતમાં નિર્મિત વેક્સિન ચીની વેક્સિનની સરખામણીએ કોઇપણ રીતે ઓછી નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/