fbpx
રાષ્ટ્રીય

કંપનીના શેર ૭ ટકા તૂટ્યા કેન્દ્ર સરકાર ટાટા કોમ્યુ.માં ૨૬.૧૨ ટકા ભાગીદારી વેચવાની તૈયારીમા

કેન્દ્ર સરકાર ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડ એટલે કે પૂર્વની વિદેશ દૂરસંચાર નિગમ લિમિટેડમાં પોતાની તમામ ૨૬.૧૨ ટકા ભાગીદારી વેચવાની તૈયારીમાં છે. આ માટે સરકાર ઓફર ફોર સેલ લઈને આવી છે. મોદી સરકારને આશા છે કે તેનાથી ૮૦૦૦ કરોડ રૂપિયાથી વધારે કિંમત મળશે અને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે વિનિવેશના લક્ષ્યોને હાંસલ કરવામાં થોડી મદદ મળશે, કેન્દ્ર સરકારની યોજના હેઠળ ટાટા કોમ્યુનિકેશન્સમાં સરકાર અમુક હિસ્સો ટાટા ગ્રૃપને વેચશે, તો અમુક હિસ્સો ઓએફએસ મારફતે સ્ટોક માર્કેટમાં વેચશે.
એક રિપોર્ટ મુજબ હજુ સુધી એ નક્કી થયું નથી કે કેટલા શેર ઓએફએસ મારફતે વેચવામાં આવશે અને કેટલા શેર ટાટા ગ્રૃપ ખરીદશે. પણ વિત્ત મંત્રાલયના સુત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે કેન્દ્ર સરકારની કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સએ ૧૬ ટકા ભાગીદારી ઓએફએસ મારફતે વેચવાની મંજૂરી આપી છે અને બાકીની ૧૦.૧૬ ટકા ભાગીદારી ટાટા ગ્રૃપને વેચવાનો ર્નિણય કર્યો છે.
આ માટે ડીઆઇપીએએમએ મર્ચેન્ટ બેંકર્સ અને સેલિંગ બ્રોકર્સને બિડ માટે આમંત્રિત કર્યા છે. આ માટે બોલી લગાવવાની અંતિમ તારીખ ૩ ફેબ્રુઆરી છે અને ૪ ફેબ્રુઆરીએ બિડ્‌સ ઓપન થશે. સરકારે આ ટ્રાન્જેક્શનને ૨૦ માર્ચ ૨૦૨૧ સુધી પૂરૂ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તમને જણાવી દઈએ કે વીએસએનએલને ૨૦૦૨માં પ્રાઈવેટાઈઝ કરવામાં આવી હતી અને તેનું નામ બદલીને ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડ થઈ ગયું છે.
નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના ક્યુ-૩ પરિણામોની જાહેરાત બાદ ટાટા કોમ્યુનિકેશન્સના શેરોમાં આજે શરૂઆતી કારોબારમાં ૭ ટકા સુધી ઘટાડો જાેવા મળ્યા છે. બપોરે કંપનીના શેરમાં ૬.૬૩ ટકાનો ઘટાડાની સાથે ૧૦૫૪.૨૦ રૂપિપા પર ટ્રેડ થઈ રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/