fbpx
રાષ્ટ્રીય

ખેડૂતો આંદોલન વચ્ચે બજેટમાં સરકાર ખેડૂતો પર વરસી ખેડૂતોને ૭૫,૧૦૦ કરોડની MSP,E Nam વધુ ૧૦૦૦ માર્કેટયાર્ડ જાેડાશે

ખેડૂતો માટે બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણા મંત્રી ર્નિમલા સીતારમણે કહ્યુ કે, મુશ્કેલીના આ સમયમાં પણ મોદી સરકારનું ફોકસ ખેડૂતોની આવક ડબલ કરવા અને વિકાસની ઝડપ વધારવા અને સામાન્ય લોકોને સહાયતા પહોચાડવા પર છે. બજેટમાં કહેવામાં આવ્યુ છે કે ખેડૂતોને ખર્ચ કરતા દોઢ ગણો વધુ સ્જીઁ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. કહેવામાં આવ્યુ કે તમામ કોમોડિટી પર દોઢ ગણી વધુ સ્જીઁ આપવામાં આવશે. નાણાકીય વર્ષ ૨૦૨૧માં સ્જીઁ માટે ૭૫,૧૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નીર્મલા સીતારમણે કહ્યું કે ૧૦૦૦ વધુ માર્કેટયાર્ડને ઈલેક્ટ્રોનિક રાષ્ટ્રીય બજાર અને કૃષિ મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ઈન્ટીગ્રેટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મૂળભૂત સુવિધાઓ વધારવા માટે એપીએમસીને ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નાણા મંત્રી ર્નિમલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યુ કે સરકાર ખેડૂતોની આવક ડબલ કરવા તરફ કામ કરી રહી છે. ર્નિમલા સીતારમણ તરફથી કહેવામાં આવ્યુ કે યુપીએ સરકારથી ત્રણ ગણી રકમ મોદી સરકારે ખેડૂતોના ખાતામાં પહોચાડી છે. નાણા મંત્રીએ કહ્યુ કે મોદી સરકાર તરફથી દરેક સેક્ટરમાં ખેડૂતોની મદદ કરવામાં આવી છે. દાળ, ઘઉં, ધાન સહિત અન્ય પાકની એમએસપી વધારવામાં આવી છે. છઁસ્ઝ્રને એગ્રી ઇન્ફ્રા ફંડના દાયરામાં લાવવામાં આવશે. દેશમાં ૫ મોટા ફિશિંગ હબ બનાવવામાં આવશે.

નાણા મંત્રી ર્નિમલા સીતારમણે જણાવ્યુ કે સ્વામિત્વ યોજના હવે દેશભરમાં લાગુ કરવામાં આવશે. એગ્રીકલ્ચરના ક્રેડિટ ટાર્ગેટને ૧૬ લાખ કરોડ સુધી કરવામાં આવી રહ્યુ છે. ઓપરેશન ગ્રીન સ્કીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કેટલાક પાકને સામેલ કરવામાં આવશે અને ખેડૂતોને લાભ પહોચાડવામાં આવશે.
નાણા મંત્રી ર્નિમલા સીતારમણ તરફથી કહેવામાં આવ્યુ કે પાંચ ફિશિંગ હાર્બરને આર્થિક ગતિવિધિના હબ તરીકે તૈયાર કરવામાં આવશે. તમિલનાડુમાં ફિશ લેન્ડિંગ સેન્ટરનો વિકાસ કરવામાં આવશે.

પ્રવાસી મજૂરો માટે દેશભરમાં એક દેશ-એક રાશન યોજના શરૂ કરવામાં આવી છે. એક પોર્ટલની શરૂઆત કરવામાં આવશે જેમાં માઇગ્રેટ વર્કર સાથે જાેડાયેલો ડેટા હશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/