fbpx
રાષ્ટ્રીય

કોઈ પણ ઋતુમાં હુમલો કરવા માટે સક્ષમ બાઇડન સરકારને આપી મંજૂરીઃ અમેરિકા ભારતને F 15EX વિમાન આપશે

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જાે બાઈડેને ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે અને અત્યાધુનિક ફાઈટર જેટ એફ-૧૫ઇએક્સ ભારતને આપવાની મંજૂરી આપી દીધી છે. આથી હવે ભારતીય વાયુસેનાને જલદી અમેરિકાના સૌથી અત્યાધુનિક ફાઈટર વિમાનો એફ-૧૫ઇએક્સ મળી શકે છે.

બોઈંગ ઈન્ટરનેશનલ સેલ્સ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ પાર્ટનરશીપ્સના ઉપાધ્યક્ષ મારિયા એચ લેને આ વાતને સમર્થન આપ્યું. તેમણે જણાવ્યું કે, ‘ભારત અને અમેરિકાની સરકારો વચ્ચે ચર્ચા થઈ. બંને દેશોની વાયુસેનાઓએ એફ-૧૬ઇએક્સ અંગે સૂચનાનું આદાન પ્રદાન કર્યું.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘અમેરિકી સરકારે ભારતને એફ-૧૫ઇએક્સ વિમાન આપવાના અમારા લાઈસન્સ સંબંધિત ભલામણને સ્વીકારી લીધી છે.’

બોઈંગે પોતાના નિવેદનમાં કહ્યું કે ‘આગામી અઠવાડિયે બેંગ્લુરુમાં શરૂ થઈ રહેલા એરો ઈન્ડિયા ૨૦૨૧માં એફ-૧૫ઇએક્સ વિમાનને પ્રદર્શન કરવામાં આવશે.’ અત્રે જણાવવાનું કે રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓ તરફથી આયોજિત થઈ રહેલો આ એર શો અમેરિકી બોમ્બવર્ષક વિમાન બી-૧ બી લાન્સર પણ દર્શકોનો રોમાંચ વધારશે.
રિપોર્ટ મુજબ એફ-૧૫ એક્સ વિમાન એફ-૧૫ વિમાનોની સિરીઝનું અપગ્રેડેડ વર્ઝન છે. આ બહુઉદ્દેશીય વિમાન દરેક ઋતુમાં એટેક કરવામાં સક્ષમ છે. દિવસ હોય કે રાત દરેક સમયે ઉડાણ ભરવામાં અને દુશ્મનોને નિશાન બનાવવાની કોમ્બેટ ક્ષમતાઓથી લેસ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/