fbpx
રાષ્ટ્રીય

બિહારમાં નીતિશ સરકારનું તઘલકી ફરમાન સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરનારાઓને નહીં મળે સરકારી નોકરી

બિહારમાં હવે કોઈ વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે તો સરકારી નોકરી કે સરકારી કોન્ટ્રેક્ટથી હાથ ધોવા પડશે, દેખાવો કરનારના કેરેક્ટર સર્ટિફિકેટમાં નોંધ મુકાશે

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના એક વિચિત્ર આદેશથી ભારે વિવાદ સર્જાયો છે. નીતીશ કુમારના આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જાે કોઈ રાજ્યમાં સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરશે તો પોલીસ દ્બારા તેમના વિરૂદ્ધ આચરણ પ્રમાણપત્રમાં ગંભીર નોંધ કરવામાં આવશે. જેનો અર્થ થાય છે કે, બિહાર સરકાર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરનારાઓને સરકારી નોકરી નહીં મળે.
બિહાર પોલીસવડા એસકે સિંઘલ તરફથી જાહેર કરવામાં આવેલા આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સરકારી કોન્ટ્રાક્ટ, સરકારી નોકરી, હથિયારોના લાઈસેન્સ અને પાસપોર્ટ માટે પોલીસનું સર્ટિફિકેટ હોવનું અનિવાર્ય છે. પરંતુ હવેથી જાે કોઈ વ્યક્તિ રાજ્યમાં સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન અપરાધિક ઘટનાને અંજામ આપે અને એમ કરવા બદલ પોલીસ દ્વારા કોઈ ચાર્જશીટ દાખલ કરવામાં આવે તો આ મામલે સંબંધિત વ્યક્તિના ચારિત્ય સત્યાપન એટલે કે જરૂરી સર્ટિફિકેટમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવશે.

બિહાર પોલીસના નવા ફરમાન પ્રમાણે જાે કોઈ વ્યક્તિ કોઈ વિધિ વ્યવસ્થાની સ્થિતિ, વિરોધ પ્રદર્શન, રસ્તા જામ કરવા વગેરે કેસમાં શામેલ થઈને કોઈ પણ પ્રકારના અપરાધિક કૃત્યમાં શામેલ થાય અને તેને આ કામ માટે પોલીસ દ્વાર આરોપ પત્ર પાઠવવામાં આવે તો તે સંબંધે વ્યક્તિના ચારિત્ર સત્યાપન પ્રતિવેદનમાં વિશિષ્ઠ અને સ્પષ્ટ રૂપે વ્યાખ્યા કરવામાં આવે. આ વ્યક્તિએ ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.

નીતીશ કુમાર સરકારના આ આદેશનો રાજદના નેતા તેવસ્વી યાદવે ભારે વિરોધ નોંધાવ્યો છે. તેજસ્વીએ સોશિયલ મીડિયા દ્વારા સરકાર પર આકરા પ્ર્રહારો કર્યા હતાં. તેજસ્વીએ કહ્યું હતું કે, સરકાર બિહારના યુવાઓથી ફફડી ઉઠી છે અને માટે જ તે આ આદેશ દ્વારા યુવાઓને ડરાવવા માંગે છે. તેવસ્વીએ એમ પણ કહ્યું હતું કે, મુસોલિની અને હિટલરને પડકાર આપી રહેલા નીતીશ કુમાર કહે છે કે, જાે કોઈએ પણ સત્તા વ્યવસ્થા વિરૂદ્ધ ધરણા પ્રદર્શનો કરી પોતાના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કર્યો તો તેમને સરકારી નોંકરી નહીં મળે. બિચારા ૪૦ બેઠકો ધરાવતા મુખ્યમંત્રી કેટલા બધા ડરેલા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/