fbpx
રાષ્ટ્રીય

સીમા પર દુશ્મન સામે લડી રહેલા સૈનિકોના હિતમાં કંઈ જ નથી બજેટ સંપૂર્ણ રીતે સરકારના ઉદ્યોગપતિ મિત્રો પર કેન્દ્રીત છેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રક્ષા બજેટને લઈને સરકાર પર હુમલો કરતા કહ્યું કે આમાં માત્ર ઉદ્યોગપતિ મિત્રોને લાભ પહોંચાડવાનું કામ થયું છે અને દેશની રક્ષામાં જાેડાયેલા સૈનિકોની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે બજેટ સંપૂર્ણ રીતે સરકારના ઉદ્યોગપતિ મિત્રો પર કેન્દ્રીત છે અને આમાં સીમા પર દુશ્મન સામે લડી રહેલા સૈનિકોના હિતમાં કંઈ જ નથી.

રાહુલ ગાંધીએ ટ્‌વીટ કર્યુ કે, ‘ મોદીના ‘મિત્ર’ કેન્દ્રીત બજેટનો મતલબ છે વિષમ પરિસ્થિતિઓમાં ચીન સામે ઝઝૂંબી રહેલા જવાનોને મદદ નહીં. દેશની રક્ષા કરનારાઓની સાથે વિશ્વાસઘાત.’

રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટને લઈને કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો અને આરોપ લગાવ્યો છે કે આ બજેટમાં સુક્ષ્મ, લઘૂ તથા મધ્યમ ઉદ્યોગો(એમએસએમઈ)ની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. તેમણે ટ્‌વીટ કરી કહ્યું હતું પ્રધાનમંત્રી મોદીના ઉદ્યોગપતિ કેન્દ્રીત બજેટનો મતલબ એ છે કે સંઘર્ષ કરી રહેલા એમએસએમઈને ઓછું વ્યાજ દર પર લોન નહીં મળે અને જીએસટીમાં રાહત પણ નહીં આપવામાં આવે.

કોંગ્રેસ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ભારતમાં સૌથી વધારે લોકોને રોજગાર આપવા માટે ક્ષેત્ર એમએસએમઈની સાથે વિશ્વાસઘાત થયો છે. રાહુલ ગાંધીએ બુધવારે સામાન્ય બજેટને એક ટકા લોકોનું બજેટ ગણાવ્યું હતુ અને સવાલ કર્યો હતો કે રક્ષા ખર્ચમાં ભારે ભરખમ વધારો ન કરી દેશનું કયું ભલુ કર્યું અને આ કેવી દેશભક્તિ છે?

તેમણે કહ્યું હતું કે આપણા જવાનોની પ્રતિબદ્ધતા ૧૦૦ ટકા છે અને તેવામાં સરકારની પ્રતિબદ્ધતા પણ ૧૧૦ ટકા હોવી જાેઈએ. જે પણ આપણા જવાનોને જાેઈએ તે તેમને મળવું જાેઈએ. આ કેવી દેશભક્તિ છે કે સેનાને પૈસા નથી આપવામાં આવી રહ્યા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/