fbpx
રાષ્ટ્રીય

લોકો વચ્ચે જવું અમારો મૂળભૂત અધિકારઃ વિજયવર્ગીય પશ્ચિમ બંગાળમાં ભાજપ ચૂંટણી પહેલાં રથયાત્રા કાઢશેઃ હાઇકોર્ટમાં અરજી દાખલ

પશ્વિમ બંગાળમાં એપ્રિલ અથવા મે મહિનામાં ચૂંટણી થઈ શકે છે. જેની તૈયારી માટે ભાજપ અહીં પાંચ રથયાત્રાઓ કાઢવા જઈ રહી છે. જેના વિરુદ્ધ કોલકાતા હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરાઈ છે. ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ અરજી દાખલ કરવાના સવાલ અંગે કહ્યું- કોર્ટે રથયાત્રા પર સ્ટે ઓર્ડર નથી આપ્યો, જેથી જિલ્લા પ્રશાસન રથયાત્રાને ન અટકાવી શકે. આ અમારો મૂળભૂત અધિકાર છે.

ગુરુવારે રથયાત્રાને અટકાવવા માટે કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આની પર પ્રતિબંધ લગાવવામાં આવે, કારણ કે કોવિડ-૧૯નું જાેખમ છે અને બીજું આનાથી કાયદો વ્યવસ્થા બગડી શકે છે. અરજી અંગે આગામી સુનાવણી ૯ ફેબ્રુઆરી સુધી થશે.

અરજી દાખલ કરવાના સવાલ અંગે ભાજપના પશ્વિમ બંગાળ પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, કોર્ટે સ્ટે નથી આપ્યો, એટલા માટે જિલ્લા પ્રશાસન તેને અટકાવી ન શકે. વિપક્ષ હોવાની રીતે જનતા વચ્ચે આવવું અમારો મૂળભૂત અધિકાર છે. ૬ ફેબ્રુઆરીના રોજ કૂચબિહારથી કાઢવામાં આવનારી રથયાત્રામાં અમિત શાહ પણ સામેલ થશે.

ભાજપે જે પાંચ રથયાત્રાઓની તૈયારી કરી છે. પહેલી- શનિવારે ૬ ફેબ્રુઆરીના રોજ નવાદ્વીપમાં. બીજી- ૧૧ ફેબ્રુઆરીએ કૂચ બિહારમાં. બાકીની ત્રણ ઝારગ્રામ, કાકદ્વીપ અને તારાપીઠમાં કાઢવામાં આવશે. ભાજપ આ રથયાત્રાઓ દ્વારા રાજ્યની તમામ ૨૯૪ વિધાનસભા બેઠકોને કવર કરશે. બંગાળ ભાજપના પ્રવક્તા સૌમિક ભટ્ટાચાર્યના જણાવ્યા પ્રમાણે, આ પરિવર્તન યાત્રાઓ છે. ૨૦૧૧માં મમતા બેનર્જીએ પરિવર્તનના નારા સાથે આ પ્રકારની યાત્રાઓ કાઢી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/