fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે

૩૪૮ કિમીનો દોભી- દુર્ગાનગર કુદરતી વાયુ પાઇપલાઇન સેક્શન પણ રાષ્ટ્રને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૭ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ આસામ અને પશ્ચિમ બંગાળ, બંને રાજ્યોની મુલાકાત લેશે. સવારે લગભગ ૧૧ઃ૪૫ વાગે પ્રધાનમંત્રી આસામના સોનિતપુર જિલ્લામાં ધેકીઆજુલી ખાતે બે હોસ્પિટલોનો શિલાન્યાસ કરશે અને ‘આસોમ માલા’ નામના એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ મુખ્ય જિલ્લા માર્ગોના કાર્યક્રમનો પ્રારંભ કરશે. ત્યારબાદ, બપોર પછી લગભગ ૪ઃ૪૫ કલાકે તેઓ પશ્ચિમ બંગાળના હલ્દીઆ ખાતે કેટલીક મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને કેટલીકનો શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બાંધવામાં આવેલું ન્ઁય્ આયાતનું ટર્મિનલ રાષ્ટ્રને સમર્પિત કરશે. અંદાજે રૂપિયા ૧૧૦૦ કરોડના ખર્ચે આનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તે વાર્ષિક ૧ મિલિયન મેટ્રિક ટનની ક્ષમતા ધરાવે છે. તેના કારણે પશ્ચિમ બંગાળ તેમજ પૂર્વોત્તર ભારતના અન્ય રાજ્યોમાં ન્ઁય્ની વધતી માંગને સંતોષી શકાશે અને ભારતમાં પ્રત્યેક પરિવાર સુધી રસોઇ માટે સ્વચ્છ ઇંધણરૂપે ન્ઁય્ પૂરું પાડવાની પ્રધાનમંત્રીની દૂરંદેશીની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

પ્રધાનમંત્રી આ પ્રસંગે ૩૪૮ કિમીનો દોભી- દુર્ગાનગર કુદરતી વાયુ પાઇપલાઇન સેક્શન પણ રાષ્ટ્રને સમર્પિત કરશે જે પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પરિયોજનાનો એક હિસ્સો છે. ‘એક રાષ્ટ્ર, એક ગ્રીડ’નું લક્ષ્ય પ્રાપ્ત કરવાની દિશામાં આ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે. લગભગ રૂપિયા ૨૪૦૦ કરોડના રોકાણથી બાંધવામાં આવેલી આ પાઇપલાઇનથી એચયુઆરએલ સિન્દરી (ઝારખંડ) ખાતર પ્લાન્ટને ફરી શરૂ કરવામાં મદદ મળશે, તેનાથી દુર્ગાપૂર (પશ્ચિમ બંગાળ)માં મેટિક્સ ખાતર પ્લાન્ટમાં ગેસનો પૂરવઠો પૂરો પાડી શકાશે અને રાજ્યમાં ઔદ્યોગિક, વ્યાપારિક અને ઓટોમોબાઇલ ક્ષેત્રમાં તેમજ તમામ મુખ્ય શહેરોમાં ગેસ વિતરણની જરૂરિયાતોને પણ પૂરી કરી શકાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/