fbpx
રાષ્ટ્રીય

ઢેકિયાજુલીમાં મોદીએ આસામ માલા હાઇવે પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો આસામને વિકાસ માટે લાંબી રાહ જાેવી પડીઃ મોદી

ટી-કામદારોને મદદ કરી, તો પણ બદનામ કરી રહ્યા છે, દરેક રાજ્યમાં સ્થાનિક ભાષામાં શરૂ થશે મેડિકલ અને ટેક્નિકલ કોલેજ,અગાઉની સરકારો આસામની સમસ્યાઓ કદી સમજી શકી જ નહીં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળના પ્રવાસ પર છે. પહેલા તેઓ આસામ પહોંચ્યા હતા. સોનિતપુરમાં એક રેલીમાં મોદીએ કહ્યું હતું કે દેશમાં સવારના પૂર્વોત્તરથી થાય છે, પરંતુ પૂર્વના વિકાસની સવાર માટે ઘણી રાહ જાેવી પડી. છેલ્લા ૧૬ દિવસમાં તેઓ બીજી વખત આ રાજ્યમાં પહોંચ્યા છે. આ પહેલાં તેમણે ૨૩ જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર બંને રાજ્યોની મુલાકાત લીધી હતી.

સોનિતપુરના ઢેકિયાજુલીમાં મોદીએ આસામ માલા હાઇવે પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો. વિશ્વનાથ અને ચરાઇદેવમાં એક મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટની કુલ અંદાજિત કિંમત ૧૧૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવાઈ રહ્યું છે.

શહીદોની શહાદતની સાક્ષી આ આસામની સોનિતપુરની આ ધરતી, આસામનો ભુતકાળ વારંવાર મને આસામીયા ગૌરવથી ભરી દે છે. હિંસા, વંચિતતા, તણાવ, ભેદભાવ, પક્ષપાત, સંઘર્ષ જેવી વાતોને છોડીને સમગ્ર નોર્થ-ઈસ્ટ વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. આસામ તેમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે.

આસામના છેવાડાના વિસ્તારોમાં સારી હોસ્પિટલો એક સ્વપ્ન હતુ. સારી હોસ્પિટલો એટલે કલાકોની મુસાફરી અને અસંખ્ય મુશ્કેલીઓ હતી. જેને લઈને લોકો ચિંતા સતાવતી હતી કે કોઈ મેડિકલ ઇમરજન્સી ન આવી જાય. આ સમસ્યાઓ ઝડપથી સમાધાન તરફ આગળ વધી રહી છે. તમે આ તફાવત સરળતાથી જાેઈ અને અનુભવ કરી શકો છો. આઝાદી પછીના ૭ દાયકામાં એટલે કે ૨૦૧૬ સુધી આસામમાં ફક્ત ૬ મેડિકલ કોલેજાે હતી.

તે લોકો પૂર્વોત્તરથી એટલા દૂર હતા કે તેઓ તમારી સમસ્યાઓ કદી સમજી શક્યા જ નહીં. આજે કેન્દ્રએ આસામના વિકાસ માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરવામાં આવી રહ્યું છે. આસામ પણ દેશની સાથે ખભાથી ખભો મિલાવીને આગળ વધી રહ્યું છે. જે બદલાવો દેશ જાેઇ રહ્યો છે તે આસામમાં પણ દેખાઈ રહ્યા છે. આસામમાં આયુષ્યમાન યોજનાનો લાભ ૧.૨૫ કરોડ ગરીબોને મળી રહ્યો છે.

મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે આસામની સમૃદ્ધિ અને પ્રગતિનું મુખ્ય કેન્દ્ર આસામના ચાના બગીચાઓ છે. બજેટમાં પણ ચાના બગીચામાં કામ કરતા ભાઈ-બહેનો માટે એક હજાર કરોડ રૂપિયા માટેની એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. દેશને બદનામ કરવા કાવતરાકારો કરનારા લોકો આ સ્તરે પહોંચ્યા છે કે ભારતની ચા ને પણ છોડી રહ્યા નથી. કાવતરાં કરનારાઓ કહી રહ્યા છે કે ભારતની ચાની છબીને બદનામ કરવામાં આવી રહી છે. શું તમને આ હુમલાઓ મંજૂર છે? શું તમને આ હુમલા પછી ચૂપ રહેનાર લોકો તમને મંજૂર છે? જેઓ મૌન બેઠા છે, તે બધા રાજકીય પક્ષો પાસે આસામનો દરેક વ્યક્તિ, દરેક ચા પીનાર હિન્દુસ્તાની જવાબ માંગશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/