fbpx
રાષ્ટ્રીય

દિલ્હીમાં ફેક્ટરીમાં ભીષણ આગ, લાખોની સંપત્તિ અને ૧૮૬ ઝૂપડાં બળીને ખાખ થયા

રાજધાની દિલ્હીના ઓખલા ફેઝ-૨ના સંજય કોલોનીની એક ફેક્ટરીમાં મોડી રાતે આગ ભભૂકી ઉઠી. જેમાં લાખોની સંપત્તિ સ્વાહા થઈ ગઈ. જ્યારે નજીકમા આવેલા ૧૮૬ ઝૂપડા બળીને ખાખ થઈ ગયા. જાે કે આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિના અહેવાલ નથી. પરંતુ આગે લાખોની સંપત્તિ અને ઘરો તબાહ કરી નાખ્યા.

કહેવાય છે કે રાતે લગભગ ૨ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ઘટના સમયે લોકો ઝૂપડાંમાં સૂઈ રહ્યા હતા. ત્યારે જ અચાનક ભડભડ ભડકા જાેવા મળ્યા. ફેક્ટરીની આગની જ્વાળાઓ ગોદામથી ઝૂપડાં સુધી પહોંચી ગઈ. રાતે ૨ઃ૨૩ વાગ્યે ફાયર બ્રિગેડને આ અંગે સૂચના મળી અને ત્યારબાદ ફાયરની ૨૫ ગાડીઓ ઘટનાસ્થળે આગ બૂઝાવવા પહોંચી ગઈ.
ફાયર વિભાગના જણાવ્યાં મુજબ ભીષણ આગમાં ઝૂપડાંની અંદર ફસાયેલા લગભગ ૪૦-૫૦ લોકોને બચાવવામાં આવ્યા. જાે કે એક વૃદ્ધ વ્યક્તિ હજુ લાપત્તા છે. જેમની શોધ ચાલુ છે.
ફાયર વિભાગના અધિકારીના જણાવ્યાં મુજબ દિલ્હી ફાયર સર્વિસને સવારે ૨ઃ૨૩ વાગે દિલ્હીના ઓખલા ફેઝ-૨ની સંજય કોલોનીમાં આગ લાગવાની સૂચના મળી હતી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગ હાલ નિયંત્રણમાં છે અને આગ સંપૂર્ણ રીતે ઓલવવાની કોશિશ ચાલુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/