fbpx
રાષ્ટ્રીય

સરકારની ચેતવણી બાદ ટ્‌વીટરના હોશ ઠેકાણે, ખાલિસ્તાની એકાઉન્ટ બ્લોક ૫૦૦થી વધારે ટ્‌વીટર એકાઉન્ટ કર્યાં બંધ, વિવાદિત હેશટેગ હટાવાયાઃ ટ્‌વીટર

ભારત સરકાર અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટિ્‌વટર ઈન્ડિયા ઘણા મુદ્દે એકબીજાની સામ સામે આવી ગયા છે. ભારત સરકારે વિવાદીત ટૃવિટર એકાઉન્ટ્‌સ અને હેશટેગ હટાવવાને લઈને ટિ્‌વટર પાસે જવાબ માંગ્યો હતો જેનો આજે ટિ્‌વટરે જવાબ આપ્યો હતો.
ટિ્‌વટરે ભારત સરકારને આપેલા જવાબમાં કહ્યું હતું કે, તેમના તરફથી વાંધાજનક હેશટેગસને હટાવવામાં આવ્યા છે અને તેનાથી સંબંધિત કંટેટને પણ દૂર કરી નાખવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલન માં ટિ્‌વટર દેશવિરોધી પ્રવૃત્તિઓનો જાણે અડ્ડો બની ગયું હતું.

ટિ્‌વટર તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે, તેને ભારત સરકારે કેટલાંક એકાઉન્ટ્‌સ ડિલીટ કરવા કહ્યું હતું, જેને હટાવવામાં આવ્યાં હતાં. પરંતુ તપાસ બાદ જાણવા મળ્યું કે, તેનું કંટેન્ટ ભારતીય કાયદા અનુસાર જ છે, તો તેને ફરીથી રિસ્ટોર કરવામાં આવ્યાં. પોતાના જવાબમાં ટિ્‌વટરએ કહ્યું હતું કે, અમારા તરફથી આશરે ૫૦૦થી વધુ એકાઉન્ટ્‌સ પર એક્શન લેવામાં આવ્યા છે. આ બાબતની જાણકારી સરકારને પણ આપવામાં આવી. ટિ્‌વટરએ એમ પણ કહ્યું હતું કે, અમે અગાઉ પણ સરકાર સાથે અમારી વાતચીત ચાલુ રાખીશું.

૨૬મી જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં ભડકેલી હિંસાને લઈને પણ ટ્‌વીટરે પોતાનું નિવેદન જારી કર્યું હતું. પોતાના નિવેદનમાં ટિ્‌વટરે કહ્યું હતું કે, ૨૬ જાન્યુઆરી બાદથી જ ટિ્‌વટર તરફથી ઘણી એવી સામગ્રી હટાવવામાં આવી છે જે નિયમોનું ઉલ્લંઘન કરે છે અને વાતાવરણ બગાડવાનું કામ કરે છે. આ દરમિયાન પણ ૫૦૦ ટિ્‌વટર એકાઉન્ટ્‌સને સસ્પેંડ કરવામાં આવ્યા. કેટલાંક હેશટેગ પર રોક લગાવી દેવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/