ફારુક અબ્દુલ્લાહના બોલવચન રામ આપણા બધાના છે, અલ્લાહ અને ભગવાનમાં ભેદ કરશો તો દેશ તૂટી જશે
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાહે સંસદમાં સૂફિયાણી વાતો કરી. શ્રી રામને સૌના ગણાવ્યા તો અલ્લાહ અને ભગવાનમાં ભેદ કરવાથી દેશ તૂટી જવાની ચિંતા પણ જતાવી. આ ફારુક અબ્દુલ્લાહ જ છે જેમણે થોડા દિવસો પહેલાં જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ પૂનઃસ્થાપિત કરવા ચીનની મદદ લેવાની વાત કરી હતી. હવે તેઓ દેશમાં ભાઇચારાની વાત કરી રહ્યા છે.
નેશનલ કોન્ફ્રન્સના નેતા ફારુક અબ્દુલ્લાહે સરકારને જમ્મુ-કાશ્મીરના લોકોને દિલથી જાેડવા અને પ્રદર્શનકારી ખેડૂતોની વાત સાંભળવાનો આગ્રહ કર્યો. તેમણે જણાવ્યું કે ભગવાન રામ આપણા સૌના છે અને જાે અલ્લાહ તેમજ ભગવાનમાં ભેદ કરશો તો દેશ તૂટી જશે.
લોકસભામાં ફારુક અબ્દુલ્લાહે કહ્યું કે પૂર્વ વડાપ્રધાનો અને જૂના દિગ્ગજ નેતાઓ સામે આંગળી ચીંધવી લોકતંત્રની યોગ્ય પરંપરા નથી. આજે જવાહર લાલ નેહરુ, સરદાર પટેલ, રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધી સામે સવાલ ઊઠી રહ્યા છે, જે જતાં રહ્યાં તેમનું આદર કરવું જાેઇએ.
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા અબ્દુલ્લાહે કહ્યું કે આજે તમે અમને પાકિસ્તાની કહો છો, ખાલિસ્તાની કહો છો, ચીની કહો છો. મારે અહીં જ મરવાનું છે, અહીં જ જીવાનું છે. હું કોઇનાથી ડરતો નથી. મારે માત્ર ઉપરવાળાને જવાબ આપવાનો છે.
Recent Comments