fbpx
રાષ્ટ્રીય

ખેડૂત આંદોલન વચ્ચે ઓરિસ્સા સરકાર કૃષિ સુધાર વટહુકમને લાગુ કરશે

કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં ચાલી રહેલ ખેડૂત વિરોધ પ્રદર્શન વચ્ચે ઓરિસ્સાની નવીન પટનાયક સરકારે મંગળવારે કૃષિ સુધાર વટહુકમને રાજ્યમાં ફરીથી લાગુ કરવાની મંજૂરી આપી દીધી. સરકારે રાજ્યભરાં પશુધન સહિત ભૌગોલિક રીતે પ્રતિબંધ મુક્ત વેપાર અને કૃષિ ઉપજની લેવડ-દેવડને સક્ષમ કરવા માટે ઓરિસ્સા કૃષિ ઉત્પાદન બજાર સુધારા અધિનિયમમાં સુધારાના વટહુકમને ફરીથી લાગુ કરવાનો ર્નિણય કર્યો. મુખ્યમંત્રી નવીન પટનાયકની અધ્યક્ષતામાં મંગળવારે થયેલી કેબિનેટ બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો.

તમને જણાવી દઈએ કે સરકારે ત્રીજી વાર કૃષિ ઉપજ અને પશુધન વિપણન(પદોન્નતિ અને સુવિધા) વટહુકમને લાગુ કરવાનુ આશ્વાસન આપ્યુ. વટહુકમ સરકારે ખાનગી બજાર યાર્ડ અને ખેડૂત ગ્રાહક બજાર યાર્ડ(કૃષક બજાર), ઉપ બજાર યાર્ડ અને માર્કેટ યાર્ડ સ્થાપિત કરવા અને સંચાલિત કરવા માટે વાતારણ બનાવવામાં મદદ કરશે. જેનો હેતુ ખેડૂતોની ઉપજના લાભ માટે પ્રતિસ્પર્ધાને વધારવાનો રહેશે. વટહુકમ કૃષિની ઉપજના વેચાણ પર ભૌગોલિક પ્રતિબંધોને હટાવવા અને ખેડૂતોને રાજ્યની અંદર ક્યાંય પણ પોતાની ઉપજ વેચવાની મંજૂરી આપે છે. આ વેપાર સંચાલનમાં પારદર્શિતા વધારવા અને ભૌગોલિક ક્ષેત્રોમાં બજારોના એકીકરણ માટે ઈ-ટ્રેડિંગને પ્રોત્સાહન આપવાની માંગ કરે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/