fbpx
રાષ્ટ્રીય

વંશવાદના સવાલ પર રાહુલ ગાંધીનો જવાબ મારા પરિવારમાંથી છેલ્લી વાર ૩૦-૩૫ વર્ષ પહેલાં વડાપ્રધાન બન્યા હતા

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પરિવારવાદ પર શુક્રવારે કહ્યું કે, છેલ્લા ૩૦-૩૫ વર્ષથી તેમના પરિવારમાંથી કોઈ વડાપ્રધાન નથી બન્યું અને યુપીએની સરકારમાં પણ તેમના પરિવારમાંથી કોઈ વ્યક્તિ સામેલ નહોતું. શિકાગો યૂનિવર્સિટીના પ્રોફેસર દીપેશ ચક્રવર્તી સાથે વચ્ર્યુઅલ મીટિંગ દરમિયાન તેમણે અનેક મુદ્દે વાતચીત કરી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ‘સપના વેચવા નો’ આરોપ લગાવ્યો. વંશવાદ સાથે જાેડાયેલા સવાલ પર તેમણે કહ્યું કે, મારા પરિવારમાંથી છેલ્લી વાર ૩૦-૩૫ વર્ષ પહેલાં વડાપ્રધાન બન્યા હતા.

યુપીએની સરકારમાં મારા પરિવારમાંથી કોઈ સામેલ નહોતું. તેમણે કહ્યું, હું કેટલાંક મૂલ્યો માટે લડુ છું. તમે એ ના કહી શકો કે હું રાજીવ ગાંધીનો પુત્ર છું તો હું આ મુલ્યો માટે કેમ ના લડું. લોકશાહી સાથે જાેડાયેલા સવાલ પર તેમણે કહ્યું કે, આધુનિક યુગમાં મહાત્મા ગાંધી, બીઆર આંબેડકર, જવાહરલાલ નહેરુ અને મૌલાના આઝાદે કેટલાંક વિચારો આપ્યા હતા કે ભારતીય લોકશાહી કેવી હોવી જાેઈએ.

દુનિયાના જુદાં-જુદાં દેશોમાં સ્ટ્રોંગ લીડર તરીકે કેટલાક નેતાઓના ઉભરવા વિશે તેમણે કહ્યું કે, લોકોની પરેશાની વચ્ચે અનેક નેતા આવે છે અને કહે છે કે તે દરેક સમસ્યાનું સમાધાન કરશે પરંતુ તે સમસ્યાનું સમાધાન કરી શકતા નથી. ખેડુતોના આંદોલનનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન કેટલાક ઉદ્યોગપતિઓના ફાયદા માટે આ કાનુન લાવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/