fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રક પલટી ખાતા બે બાળકો સહિત ૧૬ લોકોના મોત ટ્રકના ડ્રાઇવરને ઝોકું આવી જતાં દુર્ઘટના સર્જાઇ હોવાનું તપાસમાં બહાર આવ્યું

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના યાવલ તાલુકાના કિંગાઓ ગામમાં એક ભીષણ અકસ્માત થઈ ગયો છે. રવિવારે રાતે એક ટ્રક પલટી જવાના કારણે ઓછામાં ઓછા ૧૬ લોકોનાં મોત થઈ ગયા છે. તો ઘટનામાં ૫ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રકમાં મુસાફરી કરી રહેલા લોકો મજૂર હતા. પોલીસે જણાવ્યું કે બધા મૃતક અબોધા, કરહલા અને રાવેર જિલ્લાના મજૂર હતા. કિંગાઓ ગામના મંદિર પાસે અરધી રાતે તેમનો પપૈયાં ભરેલો ટ્રક પલટી ગયો.
ટ્રક પલટી જવાના કારણે ૧૬ મજૂરોનાં મોત થઈ ગયા છે. ઇજાગ્રસ્ત મજૂરોને ગંભીર ઇજા પહોંચી છે અને તેમની સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પપૈયાથી ભરેલો ટ્રક ધૂલેથી રાવેલ તરફ જઈ રહ્યો હતો. ઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે શવોને બહાર કાઢવાનું કામ શરૂ કર્યું હતું. હાલમાં ઘટના કઈ રીતે બની તેનું કોઈ કારણ જાણી શકાયું નથી. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે ટ્રકમાં ઉપસ્થિત બધા ૧૬ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. તો પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે કે ટ્રકના ડ્રાઇવરને ઝોકું આવી ગયું હતું. જેના કારણે આ ઘટના બની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ‘હ્રદય કંપાવી મૂકે તેવી ઘટનામાં જે લોકોના મોત થયા છે તેમના પ્રત્યે દુઃખ વ્યકત કર્યું છે અને ઇજાગ્રસ્તો વહેલા સ્વસ્થ થઈ જાય તેવી કામના કરી છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલી ટ્‌વીટમાં તેમણે કહ્યું કે, ‘મહારાષ્ટ્રના જલગાંવમાં હ્રદય કંપાવી મૂકે તેવી ઘટના થઈ છે. શોક માનવી રહેલા પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ છે. ઇજાગ્રસ્તો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.

ઘટનાનો રિપોર્ટ મળ્યા બાદ જલગાંવ અને યવલની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ક્રેનની મદદથી ટ્રકને સીધો કરવામાં આવ્યો. ત્યારબાદ મજૂરોના શવને કાઢવામાં આવ્યા હતા. હાલમાં બંને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ટ્રકમાં ૨૧ મજૂર હતા. આ પહેલા રવિવારે આંધ્ર પ્રદેશના કુરનૂલ જિલ્લામાં બસ અને ટ્રકની ટક્કરમાં ૧૩ લોકોના મોત થઈ ગયા હતા. કુરનૂલના વેલદુર્તી મંડળના મધરપુર ગામની પાસે રવિવારે સવારે આ અકસ્માત થયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/