fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ મહારાજા સુહેલદેવ સ્મારકનો કર્યો શિલાન્યાસ જેમણે વિદેશી કંપનીઓ માટે માર્ગ ખોલ્યો, તેઓ સ્થાનિક કંપનીઓને ડરાવી રહ્યા છેઃ પીએમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ઉત્તરપ્રદેશના બહરાઇચમાં મહારાજા સુહેલદેવ મેમોરિયલનો શિલાન્યાસ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે આજે વસંતપંચમીનો શુભ દિવસ છે, આવી સ્થિતિમાં મારી પ્રાર્થના છે કે દરેક દેશવાસીઓને માતા સરસ્વતીના આશીર્વાદ મળે. મહારાજા સુહેલદેવના નામે જે મેડિકલ કોલેજ બની છે એનાથી લોકોને લાભ થશે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારતનો ઇતિહાસ એ નથી જેણે દેશને ગુલામ બનાવ્યો અને ગુલામીની માનસિકતા સાથે લખનારાઓએ લખ્યું, ભારતનો ઇતિહાસ એ પણ છે જે દેશના સામાન્ય માણસે લખ્યું છે.

ભારતના ઘણા નાયકો અને નાયિકાઓને ઇતિહાસમાં ક્યારેય સ્થાન આપવામાં આવ્યું નથી, જેમને ક્યારેય તેમનું સન્માન આપવામાં આવ્યું ન હતું, એને આજનું ભારત સુધારી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે નેતાજી સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા, આઝાદ હિન્દ ફૌજને ક્યારેય પણ એટલું સન્માન આપવામાં આવ્યું નહીં. દેશનાં ૫૦૦થી વધુ રજવાડાંને એક કરનાર સરદાર વલ્લભભાઇ પટેલ સાથે શું થયું, એ બધા જ જાણે છે. અમારી સરકારે સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા બનાવી.

વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે નવા કૃષિ કાયદા દ્વારા નાના ખેડૂતોને લાભ થશે, સાથે સાથે ખેડૂતોને લાભ થવાની શરૂઆત પણ થઈ ગઈ છે. કૃષિ કાયદાઓને લઈને ઘણા પ્રકારનો પ્રચાર કરવામાં આવ્યો, જેમણે વિદેશી કંપનીઓ માટે માર્ગ ખોલ્યો, તેઓ સ્થાનિક કંપનીઓને ડરાવી રહ્યા છે. હવે ખેડૂતો જ તેમની પોલ ખોલવા માંડ્યા છે. યુપી સરકારે શેરડીના ખેડૂતો, શુગર મિલોને લગતી સમસ્યાઓ દૂર કરી છે.

Follow Me:

Related Posts