fbpx
રાષ્ટ્રીય

દિલ્હી પોલીસને મોટી સફળતા મળી, લાલ કિલ્લામાં તલવાર લહેરાવનારો આરોપી પકડાયો

દિલ્હીમાં ૨૬મી જાન્યુઆરીના ખેડુતોની ટ્રેક્ટર રેલી દરમિયાન કિલા પર થયેલી હિંસા મામલે વધુ એક ધરપકડ થઈ છે. પોલીસે લાલ કિલા પર હિંસાના આરોપીઓમાંથી એક મનિંદર સિંહ ઉર્ફ મોનીની ધરપકડ કરી છે. આ સાથે જ તેની પાસેથી તલવાર પણ જપ્ત કરવામાં આવી છે. આ પહેલા પોલીસે દિપ સિદ્ધૂ સહિત ઘણાં આરોપીઓની ધરપકડ કરી હતી.

દિલ્હી પોલીસની ટીમે મનિંદર સિંહને પીતમપુરાથી ઝડપ્યો છે. તેની ધરપકડ મંગળવારે રાત્રે થઈ. તે કાર એસી મિકેનિકનું કામ કરતો હતો. તેની પાસેથી ૪.૩ ફુટની બે તલવારો પણ જપ્ત કરવામાં આવી છે. દિલ્હી પોલીસ પ્રમાણએ લાલ કિલાની ઘણી તસવીરો સામે આવી હતી જેમાં મનિંદર સિંહ બે તલવાર સાથે જાેવા મળ્યો હતો અને પોલીસકર્મીઓ પર હુમલો કરવા માટે લોકોને ઉકસાવતો હતો.

આ સિવાય મનિંદર સિંહે ફેસબુક પર ઘણી ભડકાઉ પોસ્ટ પણ મુકી હતી. તે અવારનવાર સિંધૂ બોર્ડર પર જતો રહેતો હતો. દિલ્હી પોલીસ પ્રમાણે આરોપીએ પોતાના ૫ સહયોગીઓ અને અન્ય અજાણ્યા સશસ્ત્ર લોકો સાથે લાલ કિલામાં ઘુસ્યા અને મનિંદરે તલવારબાજી કરી. આ તલવારબાજીથી ઉપદ્રવિઓ વધુ ઉશ્કેરાયા અને તેમણે ત્યાં તૈનાત પોલીસકર્મીઓ પર હુમલ કર્યો. આ દરમિયાન લાલ કિલાને નુંકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/