fbpx
રાષ્ટ્રીય

અમારી કોરોનિલ દવા વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણિતઃ રામદેવ યોગગુરૂ બાબા રામદેવે કોરોનાની આયુર્વેદિક દવા લોન્ચ કરી

પુરાવા અને રિસર્ચના આધારે કોરોનાની દવા તૈયાર કરવામાં આવી છે, આ કાર્યક્રમ પ્રસંગે મોદી સરકારના મંત્રીઓ ડો. હર્ષવર્ધન અને ગડકરી હાજર રહ્યા

યોગગુરૂ બાબા રામદેવે કોરોનાની નવી દવા લોન્ચ કરી છે. પતંજલિનો દાવો છે કે નવી દવા પર તથ્યો આધારિત છે. આ દવા લોન્ચ કરતા સમયે સ્ટેજ પર કેન્દ્રિય મંત્રી ડો. હર્ષવર્ધન અને કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા.

આ દરમિયાન બાબા રામદેવે કહ્યું, હેલ્થના ક્ષેત્રમાં ભારત આર્ત્મનિભર અને ગ્લોબલ લીડર બની રહ્યું છે. યોગ અને આયુર્વેદને આપણે વૈજ્ઞાનિક પ્રામાણિકતા સાથે સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યા છીએ. પતંજલીએ ઘણા રિસર્ચ પેપર અત્યાર સુધીમાં પબ્લિસ કર્યા છે. આપણે યોગ ક્રિયાઓને વૈજ્ઞાનિક તથ્યોની સાથે દુનિયાની સામે રાખ્યું છે.

બાબા રામદેવે કહ્યું, જ્યારે અને કોરોલીન દ્વારા લાખો લોકોને જીવનદાન આપવાનું કાર્ય કર્યું ત્યારે ઘણા લોકોએ સવાલો ઉઠાવ્યા હતા, કેટલાક લોકોના મનમાં એવુ રહે છે કે રિસર્ચ તો માત્ર વિદેશમાં જ થાય છે. ખાસ કરીને આયુર્વેદના રિસર્ચને લઈને લોકોના મનમાં ઘણી શંકાઓ રહે છે. પરંતુ હવે અમે લોકોની બધી શંકાઓ દૂર કરી છે. કોરોલિનથી લઈને અમે ઘણી વિવિધ બિમારીઓ ઉપર રિચર્સ કર્યું છે.

બાબા રામદેવે દાવો કર્યો છે કે, પતંજલિ ઈન્સ્ટિટ્યૂટની આ દવા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સર્ટિફાઈડ છે. દાવો છે કે ડબલ્યુએચઓએ તેને જીએમપી એટલે કે ‘ગૂડ મેન્યૂફેક્ચરિંગ પ્રેક્ટિસ’ નું સર્ટિફિકેટ આપ્યું છે. રામદેવે કહ્યું કે, આ દવા એવિડેંસ બેસ્ડ છે. રામદેવા આ પ્રસંગે એક રિસર્ચ બૂક પણ લોન્ચ કરી હતી. તેમણે કહ્યું કે, કોરોનિલના સંદર્ભમાં નવ રિસર્ચ પેપર દુનિયાના સૌથી પ્રભાવશાળી રિસર્ચ જર્નલ્સમાં પ્રકાશિત થઈ ચુક્યા છે. ૧૬ રિસર્ચ પેપર પાઈપલાઈનામાં છે.

તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, પતંજલિના સંશોધનથી લોકોને ફાયદો તો થશે જ પરંતુ વૈજ્ઞાનિકરૂપથી આ કામ કરવા માટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણનો ધન્યવાદ કરૂ છુ. જેહવે વૈજ્ઞાનિક આધાર લઈને ફરીથી લોકોની વચ્ચે આવ્યા છે. તો નિશ્ચિત પણે લોકોનો વિશ્વાસ વધુ વધશે.

આ પહેલા પતંજલિએ ૨૩ જૂન ૨૦૨૦ કોરોના માટે કોરોનિલ લોન્ચ કરી હતી, જેમા ૭ દિવસમાં કોરોનાને માત આપવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ તે દવા લોન્ચ થતા જ વિવાદમાં આવી ગઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/