fbpx
રાષ્ટ્રીય

ગૃહમાં બહુમતી સાબિત ન કરી શકતા કોંગ્રેસના હાથમાંથી પુડુચેરી છટકી ગયું પુડુચેરીમાં કોંગ્રેસની એક્ઝિટઃ સરકાર વિધાનસભામાં બહુમત સાબિત કરવામાં નિષ્ફળ

ફ્લોર ટેસ્ટ પહેલા જ કોંગ્રેસ અને ડીએમકેના ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા, વિશ્વાસ મત રજૂ કરતા પહેલા નારાયણસામીએ પૂર્ણ રાજ્યની માંગણી કરી
મુખ્યમંત્રી નારાયણસામીએ કિરણ બેદી અને પીએમ મોદી પર સરકારને દબાવવાનો આરોપ લગાવ્યો
૩૩ સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસ-દ્રમુક ગઠબંધનના ધારાસભ્યોની સંખ્યા ૧૧ થઇ, જ્યારે વિપક્ષી પાર્ટીઓના ૧૪ ધારાસભ્ય

પુડુચેરી વિધાનસભામાં કોંગ્રેસ સરકાર પોતાનું બહુમત સાબિત નથી કરી શકી. સ્પીકરે એલાન કર્યું છે કે સરકારની પાસે બહુમત નથી. ત્યારબાદ મુખ્યમંત્રી વી. નારાયણસામીની વિદાય નક્કી માનવામાં આવી રહી હતી. ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત ન કરી શકતાં મુખ્યમંત્રીએ ઉપરાજ્યપાલને પોતાનું રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં કોંગ્રેસની પાસે તેના ૯ ધારાસભ્યો સિવાય ૩ ડ્ઢસ્દ્ભ અને ૧ અપક્ષના ધારાસભ્યોનું સમર્થન હતું.

પુડુચેરીમાં કાૅંગ્રેસનું ભવિષ્ય નક્કી કરવા માટે એક દિવસનું વિશેષ સત્ર સોમવાર સવારે શરૂ થયું હતું. મુખ્યમંતરી વી. નારાયણસામીએ ગૃહમાં વિશ્વાસ મત રજૂ કર્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ ગૃહને જણાવ્યું હતું કે તેમની સરકાર પાસે બહુમત છે. જાેકે બાદમાં નારાયણસામીની સરકારે વિશ્વાસમત દરમિયાન બહુમત ગુમાવી દીધું. બીજી તરફ વિશ્વાસ મત રજૂ કરતાં પહેલા તેઓએ પૂર્ણ રાજ્યની માંગ કરી. સાથોસાથ પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદી અને બીજેપીની કેન્દ્ર સરકાર પર તેમની સરકારને પાડવાનો આરોપ લગાવ્યો.

મુખ્યમંત્રી વી. નારાયણસામીએ વિધાનસભામાં કહ્યું કે, ધારાસભ્યોએ પાર્ટી માટે ઈમાનદાર રહેવું જાેઈએ. જે ધારાસભ્ય પાર્ટીથી રાજીનામું આપી ચૂક્યા છે તેઓ જનતાનો સામનો નહીં કરી શકે કારણ કે લોકો તેમને તકસાધુ કહી રહ્યા છે. મુખ્યમંત્રીએ ગૃહમાં કહ્યું કે તમિલનાડુ અને પુડુચેરીમાં બે ભાષા પ્રણાલીનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ બીજેપી બળજબરીથી અહીં હિન્દી લાવવા માંગે છે.

નોંધનીય છે કે, પુડુચેરીના નવનિયુક્ત ઉપ રાજ્યપાલ તમિલિસાઇ સૌંદરરાજને મુખ્યમંત્રી વી. નારાયણસામીને વિધાનસભામાં બહુમત સાબિત કરવાના નિર્દેશ આપ્યા હતા. વિપક્ષ તરફથી કાૅંગ્રેસ-દ્રમુક ગઠબંધનના બહુમત ગુમાવવાના દાવા કર્યા બાદ ઉપ રાજ્યપાલે આ નિર્દેશ આપ્યા હતા. કાૅંગ્રેસના ધારાસભ્ય લક્ષ્મીનારાયણ અને દ્રમુકના ધારાસભ્ય વેંકટેશને રવિવારે આપેલા રાજીનામા બાદ ૩૩ સભ્યોની વિધાનસભામાં કાૅંગ્રેસ-દ્રમુક ગઠબંધનના ધારાસભ્યોની સંખ્યા ઘટીને ૧૧ થઈ ગઇ, જ્યારે વિપક્ષી પાર્ટીઓના ૧૪ ધારાસભ્ય છે.
પૂર્વ મંત્રી એ. નમસિવાયમ (હવે બીજેપીમાં) અને મલ્લાડી કૃષણ રાવ સહિત કાૅંગ્રેસના ચાર ધારાસભ્યોએ આ પહેલા રાજીનામા આપી દીધા હતા. જ્યારે એક અન્ય ધારાસભ્યને પાર્ટીએ અયોગ્ય ઠેરવ્યા હતા. નારાયણસામીના નજીકના એ. જાેન કુમારે પણ આ સપ્તાહે રાજીનામું આપી દીધું હતું.

ખાસ વાત તો એ છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાજકીય ઊથલપાથલ વચ્ચે રાજ્યના બે દિવસની મુલાકાત કરી હતી, પણ એ પાર્ટીને નુકસાન થવાથી ન બચાવી શક્યા. અહીં સરકારનો કાર્યકાળ ૮ જૂને પૂરો થવાનો છે. રાજ્યમાં આ વર્ષે એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જાેકે હાલ તારીખ નક્કી નથી.
૧૧ મહિનામાં કોંગ્રેસના હાથમાંથી બીજુ રાજ્ય ગયું

૨૦૨૦ની શરૂઆતમાં કોંગ્રેસ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, પુડુચેરી અને મહારાષ્ટ્રમાં સત્તામાં હતી.ગત વર્ષે તેમના હાથમાંથી સૌથી પહેલા મધ્યપ્રદેશ નીકળ્યું, જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક ધારાસભ્યોએ કમલનાથ સાથે બળવો કર્યો હતો. માર્ચ ૨૦૨૦માં કમલનાથે રાજીનામું આપવું પડ્યું. હવે કોંગ્રેસને બીજાે ઝાટકો પુડુચેરીમાં મળ્યો છે.
હવે કોંગ્રેસની સરકાર રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં તે શિવસેના-દ્ગઝ્રઁ સાથે ગઠબંધનમાં છે. રાજસ્થાન, પંજાબ અને છત્તીસગઢમાં તે એકલા હાથે સરકાર ચલાવી રહી છે.
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો પડકાર

આ વર્ષે પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, અસમ અને પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ ચૂંટણીમાં પાર્ટી માટે જીત પ્રાપ્ત કરવી મોટો પડકાર છે. પશ્ચિમ બંગાળમાં મુખ્ય લડાઇ આ વખતે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસની વચ્ચે જ મનાય છે. અહીં પાર્ટી લેફ્ટની સાથે ગઠબંધનમાં છે. તો તામિલનાડુમાં પાર્ટી ડીએમકેની સાથે ગઠબંધન દ્વારા સત્તામાં આવવાની કોશિષ કરશે. કેરળમાં પાર્ટીનું વામ નીત એલડીએફથી મુકાબલો છે. અસમમાં ભાજપને ફરીથી સત્તામાં આવતા રોકવા માંગશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/