fbpx
રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઓછો થવો જાેઈએઃ આરબીઆઇ ગવર્નર

પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરવા માટે હવે સરકારની અંદર પણ અવાજ ઉઠવા લાગ્યો છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણ, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન બાદ હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે પણ ટેક્સ ઘટાડીને ભાવ કાબૂમાં લેવાનું સૂચન કર્યું છે.
આરબીઆઇ મોનિટરી પોલીસીના મિનિટ્‌સમાં શક્તિકાંતા દાસે કેન્દ્ર અને રાજ્ય સરકારને અપીલ કરી છે કે તેઓ ઈનડાઈરેક્ટર ટેક્સમાં કાપ મૂકે જેથી કરીને પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી શકાય. તેમણે કહ્યું કે ટેક્સની ‘કેલિબ્રેટેડ અનવાઇન્ડિંગ’ કરવી જરૂરી છે. જેથી કરીને ઈકોનોમી ઉપરથી કિંમતોનું દબાણ હટાવી શકાય, એટલે કે ધીરે ધીરે ટેક્સ ઘટાડવો પડશે.
એમપીસીની મિનિટ્‌સમાં કહેવાયું છે કે ડિસેમ્બરમાં સીપીઆઇ એટલે કે રીટેલ મોંઘવારી દર ખાદ્ય અને ઈંધણને હટાવવા છતાં ૫.૫ ટકાથી ઉપર રહ્યો છે. કારણ કે ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને પેટ્રોલ ડીઝલ પર ઊંચા ઈન્ડાઈરેક્ટ ટેક્સના કારણે મુખ્ય સામાન અને સેવાઓની મોંઘવારી વધી ગઈ. જેમાં ટ્રાન્સપોર્ટ અને સ્વાસ્થ્ય સેવાઓ ખાસ કરીને સામેલ છે.

આ અગાઉ નાણામંત્રી ર્નિમલા સીતારમણે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કરવા માટે તેને ય્જી્‌ ના દાયરામાં લાવવાની વાત કરી હતી. નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હવે એક સાથે મળીને એવો રસ્તો કાઢવો પડશે જેનાથી ફ્યૂલના ભાવ ઓછા થઈ શકે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/