fbpx
રાષ્ટ્રીય

ટ્રમ્પ કરતા પણ ખરાબ નસીબ મોદીની રાહ જાેઇ રહ્યું છે નરેન્દ્ર મોદી દેશના સૌથી મોટા દંગાબાજ છેઃ મમતા બેનર્જી

મમતા બેનર્જીએ મોદી-શાહને રાવણ અને દાનવ કહ્યા

પશ્ચિમ બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના એલફેલ નિવેદનો શરૂ થઈ ગયા છે. આ બધા વચ્ચે આજે હુગલીના ડનલપમાં જનસભાને સંબોધન કરતી વખતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેરનજીએ મર્યાદા ઓળંગી નાખી અને પીએમ મોદીને દાનવ, રાવણ અને ગુંડા સુદ્ધા કહી નાખ્યા. આ અગાઉ પીએમ મોદીએ પણ ડનલપ મેદાનમાં સભા કરી હતી.

મમતા બેનરજીએ જનસભા સંબોધિત કરતા કહ્યું કે ‘હંમેશા તમે (ભાજપ) કહે છે કે તૃણમૂલ કોંગ્રેસ ટોળાબાજ, પરંતુ હું આજે કહું છું કે તમે (ભાજપ) દંગાબાજ અને ધંધાબાજ છો. બંગાળ પર બંગાળ શાસન કરશે, બંગાળ પર ગુજરાત શાસન નહીં કરે. અમને બંગાળ નહીં બાંગ્લા જાેઈએ. મોદી બંગાળ પર રાજ નહીં કરે. બંગાળ પર ગુંડા અને બદમાશ રાજ નહીં કરે.’
જનસભાને સંબોધિત કરતા મમતા બેનરજી મર્યાદા ભૂલી ગયા અને પીએમ મોદી તથા અમિત શાહને રાવણ તથા દાનવ કહી નાખ્યા. તેમણે કહ્યું કે ‘ખુબ વધુ બોલી રહ્યા છો અને બે મહિના બાકી છે, જાેઈએ પછીથી કોણ બોલે છે. નરેન્દ્ર મોદી ખોટું બોલી રહ્યા છે, બોલે છે કે બંગાળ લઈ લઈશું, પરંતુ બંગાળને લેવું એટલું સરળ નથી. આ ચૂંટણીમાં ખેલા હોબે…ખેલા તો હોબે…(ખેલ થશે) ભાજપ દેખો ખેલા હોબે…’

સીબીઆઈ દ્વારા અભિષેક બેનરજીની પત્ની રૂજિરા બેનરજીની સીબીઆઈ દ્વારા પૂછપરછ ઉપર પણ મમતા બેનરજીએ ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) મહિલાઓનું સન્માન કરતી નથી. આ જ કારણ છે કે રૂજિરાને કોલસા મામલે ફસાવવામાં આવી રહી છે અને તેને નિશાન બનાવવામાં આવી રહી છે.

મમતા બેનરજીએ મીડિયા ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે અમે અનેક વિકાસ પ્રોજેક્ટ્‌સનું કામ કર્યું છે. મોદીએ શું કર્યું? તેમણે મીડિયા માલિકોને ધમકી આપી છે, મીડિયા જે પણ કહે છે તેના પર વિશ્વાસ ન કરો. નકલી વીડિયો છે. પીએમ મોદી ખોટું બોલી રહ્યા છે કે નોકરી નથી. કોમરેડ, તમે દેશને વેચી દીધો છે. આપણે ગરીબીમાં નંબર વન રહ્યા છીએ.
મમતા બેનરજીએ કહ્યું કે ‘અમે સીબીઆઈને ધમકી આપી રહ્યા છીએ પરંતુ ધરપકડ કરીને તો બતાવો. કેટલાક લોકોની ધરપકડ કરશો. ૨૦ લાખ લોકોની ધરપકડ કરવી પડશે. તમને મને અહીં દબાવશો, હું દિલહીમાં ઝાડ બનીને ઉઠીશ. એક ઘાયલ વાઘણ ખતરનાક હોય છે. ખેલ ચાલુ છે.’ મમતા બેનરજીએ કહ્યું કે ‘જાે તમે તેમને બંગાળમાં હરાવી શકો છો, તો જાણી લો કે તેઓ ભારતમાંથી ગાયબ થઈ જશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/