fbpx
રાષ્ટ્રીય

પત્ની કોઇ વસ્તુ કે સંપત્તિ નથી લગ્ન એ સમાનતાના આધારે કરવામાં આવેલ એક પાર્ટનરશીપ છેઃ બોમ્બે હાઇકોર્ટ

મુંબઈમાં એક વ્યક્તિએ તેની પત્નીએ ચા ન બનાવી તો તેની હથોડી મારીને હત્યા કરી નાખી. આ કેસમાં બોમ્બે હાઇકોર્ટે ચુકાદો આપતા ભારતમાં વિવાહ જીવનને લઈને મોટો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ રેવતીની બેન્ચ દ્વારા કહેવામાં આવ્યું કે પત્ની કોઈ સંપત્તિ કે વસ્તુ નથી. વિવાહ એ સમાનતાના આધારે કરવામાં આવેલ એક પાર્ટનરશીપ છે. આવા કેસો સામે આવવા સામાન્ય છે. આવા કેસ લૈંગિક અસંતુલન દર્શાવે છે. ન્યાયમૂર્તિએ કહ્યું કે પત્ની ઘરના બધા જ કામ કરે તેવી અપેક્ષા ન રાખી શકાય.

પત્ની પાસે બધા જ કામ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે જે લૈંગિક અસંતુલન દર્શાવે છે. ભાવનાત્મક શ્રમ (ઈમોશનલ લેબર) કરવાની આશા પણ પત્ની પાસે જ રાખવામાં આવે છે. જસ્ટિસે કહ્યું કે આવી પરિસ્થિતિમાં આ પ્રકારના પુરુષો પોતાની જાતને પ્રાથમિક ભાગીદાર માને છે અને પત્નીઓને એક ‘સંપત્તિ (વસ્તુ)’.

નોંધનીય છે કે ખૂંખાર પતિએ પત્નીએ ચા ન બનાવી તે બદલ બેરહેમીથી તેની હત્યા કરી નાંખી હતી. તે બાદ પતિએ તે જગ્યા પરથી લોહી સાફ કર્યું અને પૂરાવાને ગાયબ કરવાના પ્રયત્ન કર્યા. આ બધી જ ઘટના છ વર્ષની બાળકી નજરે નિહાળી રહી હતી.
બેશરમ પતિએ કોર્ટમાં પોતાના ડિફેન્સમાં કારણ આપ્યું કે તેની પત્નીએ ચા ન બનાવી અને તેને ઉશ્કેર્યો જે બાદ તેને ગુસ્સો આવી ગયો. પતિના આ કારણને ફગાવતા કોર્ટે કહ્યું કે પત્ની માટેની મધ્યકાલીન આ ધારણા કે પતિની સંપત્તિ પત્ની છે, દુર્ભાગ્યવશ તે આજે પણ ચાલી આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/