fbpx
રાષ્ટ્રીય

ગોડસેની પ્રતિમાની પૂજા કરનારા નેતા બાબૂલાલ ચોરસિયા કોંગ્રેસમાં જાેડાયા

ગત ચૂંટણીમાં હિન્દુ મહાસભાની ટિકિટ પરથી ચૂંટણી લડીને કાઉન્સિલર તરીકે ચૂંટાયેલા બાબુલાલ ચોરસિયા નામના મધ્યપ્રદેશના નેતા કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.
મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથે તેમને કોંગ્રેસની સદસ્યતા અપાવી હતી.જાેકે તેમના કોંગ્રેસમાં જાેડાવાથી પાર્ટીમાં આંતરિક હલચલ મચી ગઈ છે. કારણકે બાબૂલાલ ચોરિસયાએ ૨૦૧૭માં ગ્વાલિયરમાં નાથુરામ ગોડસેની પ્રતિમા લગાવવાના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પ્રતિમાની પૂજા પણ કરી હતી.

જાેકે કોંગ્રેસમાં જાેડાયા બાદ બાબૂલાલના સુર બદલાઈ ગયા છે. તેમણે કહ્યુ હતુ કે, મને અંધારામાં રાખીને ગોડસેની પૂજા કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી મેં હિન્દુ મહાસભા સાથે છેડો ફાડી નાંખ્યો હતો.

આમ તો બાબૂલાલ મૂળે કોંગ્રેસી છે પણ ગત ચૂંટણીમાં કોંગ્રેસે તેમને ટિકિટ નહોતી આપી એટલે તેઓ હિન્દુ મહાસભામાં જાેડાઈ ગયા હતા. હવે તેમણે ફરી કોંગ્રેસમાં કુદકો માર્યો છે.
જાેકે કોંગ્રેસના એક નેતા માનક અગ્રવાલનુ કહેવુ છે કે, બાબુલાલ ચૌરસિયાની કોંગ્રેસમાં એન્ટ્રીનો હું વિરોધ કરવાનો છું. ગોડસેની પૂજા કરનારાઓને કોંગ્રેસમાં સામેલ કરવા જાેઈએ નહીં.કદાચ કમલનાથને આ બાબતની જાણકારી નહીં હોય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/