fbpx
રાષ્ટ્રીય

ઉત્તરાખંડના મુખ્યમંત્રીના નિવેદન પર મહિલા ટીએમસી સાંસદનો પલટવાર

ઉત્તરાખંડના નવા નિમાયેલા મુખ્યમંત્રી તીરથસિંહ રાવતની મહિલાઓના પોષાકને લઈને કરવામાં આવેલી ટિપ્પણીની ચારેકોર ભારે ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ મામલે સંગ્રામ જામ્યો છે. રાજનેતાઓ પણ આકરા પ્રહારો કરી રહ્યાં છે. તૃણમુલ કોંગ્રેસની મહિલા સાંસદ મહુઆ મોઈત્રાએ તો તીરથસિંહનો રીતસરનો ઉધડો જ લઈ લીધો હતો. શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ તીરથસિંહને બરાબરના ઝાટકી નાખ્યા હતાં.

મહુઆ મોઈત્રાએ ટિ્‌વટર પર કહ્યું હતું કે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી કહે છે કે, જ્યારે નીચુ જાેયું ત્યારે ગમ બુટ હતાં અને ઉપર જાેયું તોપ એનજીઓ ચલાવો છો અને ઘુંટણ તો ફાટેલા દેખાય છે? મુખ્યમંત્રી સાહેબ, જ્યારે તમને જાેયા તો ઉપર-નીચે-આગળ-પાછળ અમને તો માત્ર બેશરમ અને વાહિયાત વ્યક્તિ જ નજરે પડે છે.

ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ મુખ્યમંત્રી તીરથસિંહ પર આરોપો યથાવત રાખતા કહ્યું હતું કે, તમે એક રાજ્ય ચલાવી રહ્યો છો, પણ મગજથી ફાટેલા લાગો છો. મહુઆ મોઈત્રા જ નહીં પણ કેટલાય રાજકીય પક્ષોએ ભાજપના મુખ્યમંત્રીનો ઉધડો લીધો છે.
શિવસેના સાંસદ પ્રિયંકા ચુતુર્વેદીએ પણ તિરથ સિંહની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, દેશની સંસ્કૃતિ અને સંસ્કાર પર એ માણસો થી.. જે મહિલાઓ અને તેમના કપડાઓને જજ કરે છે.

સોચ બદલો મુખ્યમંત્રીજી, તભી દેશ બદલેગા.
કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ સતત સોશિયલ મીડિયા પર તીરથ સિંહના નિવેદનની ધોર ટીકા કરવામાં આવી રહી છે. એટલુ જ નહીં તીરથ સિંહ રાવતના નિવેદનનો વિરોધ કરવા માટે સોશિયલ મીડિયા પર હૈશટેગ પણ ચલાવવામાં આવ્યુ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/