fbpx
રાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવા સરકાર્યવાહક તરીકે દત્તાત્રેય હોસબોલેની પસંદગી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવા સરકાર્યવાહ તરીકે દત્તાત્રેય હોસબોલેની પસંદગી થઈ છે. તેઓ ભૈયુજી જાેશીનું સ્થાન લેશે. બેંગ્લુરુની ચેનન્નહલ્લી સ્થિત જનસેવા વિદ્યા કેન્દ્રમાં ચાલી રહેલી પ્રતિનિધિ સભાની બેઠકના અંતમ દિવસે નવા સરકાર્યવાહની પસંદગી કરાઈ હતી. આ પહેલા તેઓ સહ સરકાર્યવાહ હતા.

૬૬ વર્ષીય દત્તાત્રેય કર્ણાટકના શિમોગા જિલ્લાના રહેવાસી છે. ભૈયાજી જાેશી ૨૦૦૯થી સરકાર્યવાહ છે અને આ ચૂંટણી દર ત્રણ વર્ષ બાદ પ્રતિનિધિ સભામાં આ ચૂંટણી યોજાય છે. સંઘનું દૈનિક કાર્ય સરસંઘચાલક દ્વારા નહીં પરંતુ સરકાર્યવાહ દ્વારા ચલાવવામાં આવે છે.
આ એક માત્ર એવું પદ છે જે માટે સંઘમાં ચૂંટણી થાય છે. તેથી આ પદ સંઘની અંદરના કામકાજ માટે ઘણું મહત્વપૂર્ણ છે. આ માટે પહેલાથી જ દત્તાત્રેય હોસબલેનું નામ પહેલાથી જ ચર્ચામાં હતું. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘમાં ઘણા લાંબા સમયથી પરિવર્તન અંગે અટકળો ચાલી રહી હતી. અંતે આ બદલાવ પર મહોર લાગી ગઈ છે.

સંઘમાં પ્રત્યેક ત્રણ વર્ષો ચૂંટણી પ્રક્રિયા દ્વારા જિલ્લા સંઘચાલક, વિભાગ સંઘચાલક, પ્રાંત સંઘચાલકની સાથે સરકાર્યવાહની ચૂંટણી થાય છે. બાદમાં આ લોકો તેમની ટીમની જાહેરાત કરે છે, જે આગામી ત્રણ વર્ષ સુધી કામ કરે છે. જરૂરિયાત મુજબ વચ્ચે કેટલાક પદ પર બદલાવ થતા રહે છે.

Follow Me:

Related Posts