fbpx
રાષ્ટ્રીય

કોરોના સંકટ વચ્ચે રાષ્ટ્રીય સ્તરની ૧૦ પરીક્ષા મોકૂફ : હજારોનું ભાવિ અનિશ્ચિત



કોરોનાની બીજી લહેરને પગલે દેશના વિવિધ રાજયોમાં આંશિક અને સંપૂર્ણ લોકડાઉનને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. બીજી બાજુ શિક્ષણ ક્ષેત્રે માર્ચ, એપ્રિલ અને મે મહિનો પરીક્ષાઓનો સમયગાળો કહેવાતો હોવા છતાં અનેક પરીક્ષાઓ મોકૂફ થવાની સાથે જ શિક્ષણજગતમાં હલચલ મચી ગઇ છે. એટલું જ નહીં, હાલના તબક્કે માત્ર ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરની જેઇઇ, સીએ, સીએસ જેવી ૧૦ જેટલી પરીક્ષાઓ મોકૂફ થતાં વિદ્યાર્થી, વાલીઓમાં ગડમથલ જાેવા મળી રહી છે.


નોંધનીય છે કે, કોરોના મહામારીની શિક્ષણ ક્ષેત્ર પર માઠી અસર જાેવા મળી રહી છે. છેલ્લા એક વર્ષથી ઓનલાઇન ભણી રહેલા વિદ્યાર્થીઓને હવે પરીક્ષાને લઇને પણ અનેક મૂંઝવણો, ચિંતા, પ્રશ્નોનો સામનો કરવાની નોબત આવી રહી છે. સીબીએસઇ બોર્ડે ધોરણ-૧૦ની પરીક્ષા રદ્‌ કરી ધો. ૧૨ની મુલત્વી રાખી છે. જયારે ગુજરાત બોર્ડની ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા મોફૂફ રાખવામાં આવી છે. માત્ર આ બોર્ડ પરીક્ષા જ નહીં, પરતુ જેઇઈ, નીટ પીજી, સી.એ., સી.એસ., એઆઇએપીજીઇટી, એનસીએચએમ-જેઇઇ, યુજીસી નેટ, એઆરપીઆઇટી જેવી અન્ય રાષ્ટ્રીય સ્તરની પણી પરીક્ષાઓ મોફૂફ થવાની સાથે જ લાખો વિદ્યાર્થીઓ વિમાસણમાં મુકાઇ ગયા છે. હાલમાં એપ્રિલ અને મે માસમાં લેવાનારી જેઇઇ મેઇનની ત્રીજા, ચોથા તબક્કાની પરીક્ષા મોફૂફ રાખવામાં આવી છે. જયારે નીટ પરીક્ષા છેક ઓગસ્ટ માસમાં લેવાની હોય વિદ્યાર્થીઓ રિવિઝનને લઇ ચિંતામાં છે. આ સિવાય ઉચ્ચ અભ્યાસક્રમોની પણ અનેક પરીક્ષાઓ મોફૂફ રાખવામાં આવતા અસમંજસભરી સ્થિતિ બની છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/