fbpx
રાષ્ટ્રીય

કેજરીવાલે ઘરે-ઘરે રાશન પહોંચવા માટેની યોજનાને મંજૂરી આપવા વડાપ્રધાનને પત્ર લખ્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખીને ઘરે ઘરે રાશન પહોંચાડવા માટેની યોજનાને મંજૂરી આપવા માટે માંગ કરી છે.
કેજરીવાલે પત્રમાં લખ્યુ છે કે, મહેરબાની કરીને આ યોજના લાગુ કરવા દેવામાં આવે.અત્યાર સુધી રાષ્ટ્રહિતના તમામ કામમાં મેં તમારો સાથ આપ્યો છે. આ કામમાં હવે તમારા સાથની જરૂર છે. કેન્દ્ર સરકાર આ યોજનામાં જે પણ બદલાવ કરવા માંગે તે અમે કરવા માટે તૈયાર છે. માત્ર દિલ્હીમાં જ નહીં આખા દેશમાં આ યોજના લાગુ કરવાની જરૂર છે.

પત્રમાં કેજરીવાલે લખ્યુ છે કે, આ યોજના પર અગાઉ તમારા તરફથી કોઈ વાંધો ઉઠાવાયો નહોતો. ૨૦ જાન્યુઆરીએ દિલ્હી સરકારે આ યોજનાને લાગુ કરવા માટે જાહેરનામુ બહાર પાડ્યુ હતુ. આ માટે ટેન્ડર પણ મંગાવાયા હતા અને ૩૫ માર્ચથી તેની શરૂઆત થવાની હતી. એ પહેલા કેન્દ્ર સરકારે તેની સામે કેટલાક વાંધા ઉઠાવીને યોજનાને લાગુ કરવા પર બ્રેક મારી દીધી હતી.

કેજરીવાલે આગળ લખ્યુ છે કે, અમે એ પછી જે પણ વાંધા હતા તે દુર કર્યા છે. આ યોજનાનુ નામ મુખ્યમંત્રીના નામથી ના રાખી શકાય તે વાત પણ અમે સ્વીકારી લીધઈ હતી. આમ છતા પણ તમે આ યોજના માટે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી નથી લીધી તેવુ કારણ આપીને તેને મંજૂર કરાઈ નથી.

દિલ્હી સરકારે કહ્યુ હતુ કે, મીડિયામાં કેન્દ્ર સરકાર દ્વારા એ પણ કહેવામાં આવ્યુ છે કે, દિલ્હી સરકાર આ યોજનામાં ગરીબ લોકો પાસે વધારે પૈસા લેશે. આ વાત ખોટી છે. અમે એક પણ પૈસો લેવાના નથી. આ યોજના લાગુ કરીને મારી સરકાર પ્રસિધ્ધિ મેળવવા ઈચ્છતી નથી. અમારો ઈરાદો ગરીબોને પૂરૂ રેશન આપવાનો છે.તમે મને આ સ્કીમ લાગુ કરવા દો.હું તમામ ક્રેડિટ તમને આપીશ. આખા દેશને હું પોતે કહીશ કે આ સ્કીમ વડાપ્રધાને પોતે લાગુ કરી છે.

Follow Me:

Related Posts