fbpx
રાષ્ટ્રીય

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૨ હજાર નવા કેસઃ ૨૨૧૯ લોકોના મોત

ભારતમાં કોરોના વાયરસનો કહેર ઓછો થઈ રહ્યો છે. જાે કે આ દરમિયાન નવા કેસ અને મૃત્યુના આંકડામાં સતત ઉતાર ચડાવ જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં એકવાર ફરીથી કોરોના વાયરસના નવા કેસમાં વધારો નોંધાયો છે. એક દિવસમાં કોરોનાના ૯૨ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે જ્યારે ૨૨૧૯ લોકોના કોરોનાથી મોત થયા છે. આ અગાઉ મંગળવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૮૬૪૯૮ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૨૧૨૩ દર્દીઓના મોત થયા હતા.


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૯૨,૫૯૬ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે ૨,૯૦,૮૯,૦૬૯ પર પહોંચી ગયો છે. એક દિવસમાં કોરોનાથી ૨૨૧૯ કોરોના દર્દીઓના મોત થયા છે. દેશમાં કુલ મૃત્યુઆંક ૩,૫૩,૫૨૮ થયો છે. હાલ દેશમાં કોરોનાના ૧૨,૩૧,૪૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં ૧,૬૨,૬૬૪ દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ ૨,૭૫,૦૪,૧૨૬ દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ ૨૩,૯૦,૫૮,૩૬૦ ડોઝ આપવામાં આવ્યા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના ૧૯,૮૫,૯૬૭ ટેસ્ટ કરવામાં આવ્યા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કોરોના ટેસ્ટનો આંકડો ૩૭,૦૧,૯૩,૫૬૩ પર પહોંચ્યો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/