fbpx
રાષ્ટ્રીય

ગૌતમ અદાણીને મોટું નુકસાનઃ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિમાં ત્રીજા ક્રમે પહોંચ્યા

ગૌતમ અદાણીએ એશિયાના બીજા નંબરના ધનિક તરીકેનું સ્થાન ગુમાવ્યું છે અને ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. શેર માર્કેટમાં અદાણીના શેરમાં કડાકો બોલતા ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ ભારે ઘટાડો થયો છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં માત્ર ૩ જ દિવસમાં ૯.૪ અબજ ડોલર એટલે આશરે ૭૦ હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ પ્રમાણે ગૌતમ અદાણીની નેટવર્થ બુધવારે ૪ અબજ ડોલર ઘટીને ૬૭.૬ અબજ ડોલર થઈ ગઈ હતી. આ ભારે ઘટાડાના કારણે જ ચીનના કારોબારી ઢર્રહખ્ત જીરટ્ઠહજરટ્ઠહ ફરી એશિયાના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે, જ્યારે તેમની નેટવર્થમાં પણ ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે, આશરે ૮૪.૫ અબજ ડોલરની નેટવર્થ સાથે મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે.

સોમવારથી જ અદાણી ગ્રુપના શેર્સમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. ગુરૂવારે પણ અદાણી પોટ્‌ર્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના શેર બીએસઈમાં આશરે ૮.૫ ટકા તૂટીને ૬૪૫.૩૫ રૂપિયાએ પહોંચી ગયા હતા. તે સિવાય અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર અને અદાણી ટોટલ ગેસના શેર્સમાં પણ ૫ ટકાની લોઅર સર્કિટ લગાવવી પડી હતી.

સોમવારે એવા સમાચાર આવ્યા હતા કે, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડેએ ૩ વિદેશી ફંડોના એકાઉન્ટ પર રોક લગાવી દીધી છે. આ ફંડોએ અદાણી ગ્રુપની કંપનીઓમાં ૪૩,૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે. આ કારણે સોમવારે અદાણી ગ્રુપની કંપનીઓના શેર્સ ગોથા ખાવા લાગ્યા હતા અને મોટા ભાગના શેરમાં લોઅર સર્કિટ લગાવવી પડી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/