fbpx
રાષ્ટ્રીય

જાનવરોમાં પણ જાેવા મળ્યો કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ, તમિલનાડુમાં ચાર સિંહ પોઝિટિવ

તમિલનાડુના વંડાલૂરમાં સ્થિત અરિગનર અન્ના જૈવિક ઉદ્યાનમાં કોવિડ-૧૯થી સંક્રમિત ચાર સિંહના નમૂનાની જીનોમ સીક્વેસિંગથી ખબર પડી છે કે આ વાયરસ પૈંગોલિન લિનિયેજ બી. ૧.૬.૧૭.૨ પ્રકારથી સંક્રમિત હતા જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ડેલ્ટા નામ આપ્યુ છે.

ઉદ્યાન તરફથી આ જાણકારી આપવામાં આવી છે. જૈવિક ઉદ્યાનના ઉપ નિર્દેશકે જણાવ્યુ કે આ વર્ષે ૧૧ મેએ ડબલ્યૂએચઓએ વાયરસના બી.૧.૬૧૭.૨ પ્રકારને ચિંતાજનક ગણાવ્યુ હતું અને કહ્યુ હતું કે આ વધુ સંક્રામક છે.

જૈવિક ઉદ્યાને કોરોના વાયરસની તપાસ માટે ૨૪ મેએ ચાર અને ૨૯ મેએ સાત સિંહના નમૂના ભોપાલ સ્થિત આઇસીએઆર-રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુરોગ સંસ્થાને મોકલ્યા હતા. સંસ્થાએ ત્રણ જૂને જણાવ્યુ કે નવ સિંહની તપાસમાં સંક્રમણ મળ્યા છે. તે બાદ સિંહની સારવાર કરવામાં આવી રહી છે.

ઉપ નિર્દેશકે એક નિવેદનમાં કહ્યુ કે જૈવિક ઉદ્યાનના અનુરોધ પર સંસ્થાએ આ વાયરસના જીનોમની સીક્વેસિંગના પરિણામ શેર કર્યા હતા જેમાં સિંહ સંક્રમિત થયા હતા.

નિવેદનમાં કહેવામાં આવ્યુ, આઇસીએઆર-એનઆઇએચએસએડીના ડિરેક્ટરે જણાવ્યુ કે સંસ્થામાં ચાર નમૂનાની જીનોમ સીક્વેસિંગ કરવામાં આવી છે. સીકવેન્સના વિશ્લેષણથી ખબર પડે છે કે ચારેય સીકવેન્સ પૈંગોલિન લિનિએજ બી. ૧.૬૧૭.૨ પ્રકારના છે જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર ડેલ્ટા પ્રકાર છે.

Follow Me:

Related Posts