fbpx
રાષ્ટ્રીય

વિશ્વમાં કોરોના ત્રીજી લહેરનો પ્રારંભ : બચવા માટે માસ્ક,ડિસ્ટન્સ અગત્યના…..!

દેશમાંથી કોરોના ચાલ્યો ગયો છે તેવુ માનવાની ભૂલ ભારે પડવાની સંભાવના મોટી છે……! દેશભરમાં તમામ રીતે છૂટછાટો મળતા ફરવાના સ્થળો, હિલ સ્ટેશનો તથા પ્રખ્યાત ધાર્મિક સ્થળો પર લાખો લોકો ઉમટી પડ્યા હતા. જેમાં ન તો માસ્ક કે ડિસ્ટન્સનુ પાલન થયું હતું.. જાણે કે લોકો કોરોનાને આમંત્રણ આપવા ગયા હોય તેવી સ્થિતિ બની રહી હતી. બીજી તરફ તંત્રએ પણ નિયમોનુ પાલન કરાવવા બાબતે ધ્યાન ન આપ્યું,તેમજ પ્રખ્યાત ધાર્મિક સ્થળો પર લોકો ઉમટી પડ્યા હતા તે ધાર્મિક સ્થાનોના સંચાલકોએ પણ નિયમોનું પાલન કરાવવા બાબત ધ્યાન આપ્યુ નહી…. તેમજ જે તે વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થાનો, ફરવાના સ્થળો તથા હિલ મથકોના વિસ્તારોના સરકારી તેમજ અર્ધ સરકારી તંત્રએ પણ માસ્ક,ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરાવવા બાબતે ધ્યાન આપ્યું નહોતું…..! આપણા વડાપ્રધાનશ્રી, કેન્દ્રનું આરોગ્ય તંત્ર તેમજ જે તે સ્વાસ્થ્ય નિષ્ણાતો આમ લોકોને માસ્ક ધારણ કરવા તથા ડિસ્ટન્સ જાળવવા સાથે સાવચેત રહેવા ચેતવણીઓ આપ્યા કરે છે. તે સાથે દેશમાં કોરોનાની ત્રીજી લહેર ત્રાટકવાની આશંકાઓ વ્યકત થઇ રહી છે.બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ત્રીજી લહેરે દસ્તક દઈ દીધી છે તેમ કહ્યુ છે.જ્યારે કે ઉૐર્ં ના પ્રમુખે કોરોના ચેપની ત્રીજી લહેર પ્રારંભિક તબક્કામાં છે અને વિશ્વમાં કોરોના કેસો અને મોતના આંકડા ફરી એકવાર વધવાની ચેતવણી જાહેર કરતાં કહ્યું હતું કે કોરોનાવાયરસ સતત પોતાનું રૂપ બદલી રહ્યો છે અને ખતરનાક વેરિઅન્ટ તરીકે સામે આવી રહ્યો છે. દુનિયાના દેશોમાં કોરોના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તેઓએ કોરોના કેસો વધવાના કારણમા સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક નહીં પહેરવાનુ કહ્યું હતું….!

ભારતમાં કોરોના કેસો મોટા પ્રમાણમાં ઘટી ગયા હતા.નહીવત્ત રહ્યા હતા. પરંતુ ફરી એકવાર કેસો વધવા લાગ્યા છે. અને આંકડો ૪૩ હજારને પાર થઇ ગયા છે. તેના કારણે લોકોમાં ડર વધી ગયો છે કે શું દેશમાં ત્રીજી લહેરે પોતાની દસ્તક દઈ દીધી છે….. કેમ કે હૈદરાબાદમાં કેસો વધી જતા ત્યાંની હોસ્પિટલો હાઉસ ફુલ થવા પર છે તે સાથે ઘણા નિષ્ણાતો ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. કોરોનાના બદલાતા જતા લક્ષણોના કારણે વિશ્વભરના વૈજ્ઞાનિકો અને તબીબો પણ મૂંઝવણમા છે. તેમાં પણ ત્રીજી લહેરમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટને કારણે કોરોના ની બીજી લહેર કરતા પણ સ્થિતી ચિતા જનક બની રહેશે જેની મોટી અસર ગ્રામ્ય વિસ્તારોમાંથી થઇ શકે છે….! નિષ્ણાતોના કહેવા અનુસાર ડેલ્ટા પ્લસ અને લેમ્કા વેરિઅન્ટ ખૂબ જ જાેખમી છે અને તેનુ કારણ વેક્સિન પર પણ તેની અસર પ્રમાણમાં ઓછી થાય છે. તથા તેના ફેલાવાની ઝડપ અનેક ગણી છે. કેરળમા પ્લસ વેરિઅન્ટ કોરોનાના આંકડા ઝડપથી વધી રહ્યા છે. ત્યારે ત્રીજી લહેરની શરૂઆત થઈ ચુકી છે તેમ કહી શકાય તેમ નિષ્ણાતોનુ કહેવું છે……! બીજી તરફ દેશભરમા રસી અભિયાનની શરૂઆત સરકાર દ્વારા કરવામાં આવી છે જેથી લોકોના જીવ બચી શકે…. પરંતુ જાન્યુઆરીથી શરૂ કરેલ વેક્સિન આપવાને લગભગ છ મહિના પૂરા થઈ ગયા જેમાં ૩૯ કરોડથી વધુ લોકોને રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે જેમાં અંદાજે ૩૨ કરોડ જેટલાને રસીનો એક ડોઝ અપાઈ છે, જ્યારે ૮ કરોડને રસીના બે ડોઝ અપાઈ ચુક્યા છે. દેશમા હાલમાં જે રીતે રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે તેની ઝડપ જાેઈએ તો તમામને રસી આપતા ૨૦૨૩ નું વર્ષ આવી જાય તેવી શક્યતા છે….! તથા યુવા વર્ગને ૨૦૨૨ સુધીમાં એક ડોઝ લાગી જશે…..આ બધું છતાં માસ્ક આને ડિસ્ટન્સ ત્રીજી કોરોના લહેરમાં બચાવી શકે તેવું નિષ્ણાતોનું કહેવું છે…..!

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/