fbpx
રાષ્ટ્રીય

ગૃહમાં પરંપરાઓ તૂટી, ‘છેલ્લા ૨૪ વર્ષમાં આવું નથી જાેયું”, -રાજનાથ

ચોમાસુ સત્રના પહેલા દિવસે વિપક્ષી સાંસદોના વર્તનથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુઃખી થયા. લોકસભામાં નવા સાંસદોના શપથ ગ્રહણની સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી. ત્યારબાદ પીએમ મોદી ઉભા થયા અને પોતાના મંત્રીઓનો પરિચય કરાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ હોબાળો શરૂ કરી દીધો. પીએમે કહ્યું કે, તેઓ વિચારીને આવ્યા હતા કે આજે ગૃહમાં ઉત્સાહનો માહોલ હશે, પરંતુ આવું ના થયું. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, તેમણે છેલ્લા ૨૪ વર્ષમાં આવું ક્યારેય નથી જાેયું.

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ વિપક્ષને ઘણું જ સંભળાવ્યું. વિપક્ષી સાંસદોના હોબાળા પર પીએમ મોદીએ કહ્યું કે, “હું વિચારી રહ્યો હતો કે ગૃહમાં ઉત્સાહનું વાતાવરણ હશે, કેમકે ઘણી મોટી સંખ્યામાં આપણી મહિલા સાંસદ, દલિત ભાઈ, આદિવાસી, ખેડૂત પરિવારથી સાંસદોને મંત્રી પરિષદમાં તક મળી. તેમનો પરિચય કરાવવાનો આનંદ હોત, પરંતુ કદાચ દેશના દલિત, મહિલા, ઓબીસી, ખેડૂતોના દીકરા મંત્રી બને એ વાત કેટલાક લોકોને પસંદ નથી આવતી. આ કારણે તેમનો પરિચય પણ ના આપવા દીધો.”

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ વિપક્ષને આડેહાથ લીધું. તેમણે કહ્યું કે, છેલ્લા ૨૪ વર્ષના સંસદીય ઇતિહાસમાં તેમણે ક્યારેય આવું નથી જાેયું. રાજનાથે કહ્યું કે, ગૃહમાં પરંપરાઓ તૂટી રહી છે. સ્પીકર ઓમ બિરલાએ પણ વિપક્ષી સાંસદોને તેમના વર્તન માટે ખરેખરું સંભળાવ્યું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/