fbpx
રાષ્ટ્રીય

દૈનિક ભાસ્કર ગ્રુપના બે ડઝન ઠેકાણાઓ પર આઇટીના દરોડા

મીડિયા સમૂહ દૈનિક ભાસ્કરના દેશભરમાં ઠેકાણાઓ પર આજે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગના દરોડામાં ૮૦૦થી વધુ આવકવેરા અધિકારીઓ અને પોલીસકર્મીઓ સામેલ છે. દૈનિક ભાસ્કરના મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનના કાર્યાલયોમાં આવકવેરા વિભાગની ટીમો હાજર છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને રાજસ્થાન સહિત દેશના કેટલાક સ્થળો પર આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. આવકવેરા વિભાગના ૩૦થી વધુ અધિકારીઓ અને પોલીસકર્મીઓ આજે દૈનિક ભાસ્કરના જયપુર મુખ્યાલય પર પહોંચ્યા. રાજસ્થાનમાં આવકવેરા વિભાગનું આ કનેક્ટિંગ સર્ચ છે.

આવકવેરા વિભાગને અંદેશો છે કે દૈનિક ભાસ્કર સમૂહે પોતાની સહયોગી કંપનીઓ દ્વારા ટેક્સ ચોરી કરી છે. નોંધનીય છે કે પ્રિન્ટ અને ડિજિટલ મીડિયા ઉપરાંત દૈનિક ભાસ્કર સમૂહ અન્ય અનેક વ્યવસાયોમાં પણ સક્રિય છે. વિભાગ કંપનીઓની નાણાકીય લેવડદેવડ સંબંધિત દસ્તાવેજાેને જપ્ત કરી કાર્યવાહી કરી રહ્યું છે.
આ બાજુ દૈનિક ભાસ્કર સમૂહ પર થયેલી આ કાર્યવાહીથી દેશભરમાં પ્રતિક્રિયાનો દોર શરૂ થઈ ગયો છે. વિભાગની ટીમ ડીબી સમૂહની પૂછપરછ કરીને ટેક્સ લાયબિલિટીનો ખુલાસો કરી શકે છે. આવકવેરા વિભાગ સાથે અન્ય સહયોગી એજન્સીઓ પણ ઈનપુટના આધારે એક્શન લઈ શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/