fbpx
રાષ્ટ્રીય

દેશમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાના ૪૦ હજારથી વધુ પોઝિટિવ કેસ

દેશમાં કોરોના કેસોમાં ઉછાળો આવ્યો છે. ભારતમાં સતત છઠ્ઠા દિવસે ૪૦ હજારથી વધારે કોરોના કેસ રેકોર્ડ થયા છે. કેરળમાં અનિયંત્રિત સ્થિતિના કારણે કેસોમાં વધારો થઈ રહ્યો છે અને ત્રીજી લહેરની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી સોમવારના જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૪૦,૧૩૪ નવા કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન ૪૨૨ લોકોના મોત થયા છે.

આ સાથે જ આ દરમિયાન ૩૬,૯૪૬ લોકોએ કોવિડ-૧૯ સંક્રમણને માત આપી છે. તાજા આંકડાઓ પ્રમાણે દેશમાં અત્યારે ૪,૧૩,૭૧૮ એક્ટિવ કેસ છે, જ્યારે ૩,૦૮,૫૭,૪૬૭ લોકો આ સંક્રમણથી સાજા થયા થયા છે અને ૪,૨૪,૭૭૩ લોકોના કોવિડથી મોત થઈ ચૂક્યા છે. આ દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસની સંખ્યા ૨૭૬૬ વધી છે. નવા આંકડાઓ બાદ દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસ ૩,૧૬,૯૫,૯૫૮ થઈ ગયા છે. તો રસીકરણના મોરચે વાત કરીએ તો દેશભરમાં લોકોને કોવિડ-૧૯ના અત્યાર સુધી ૪૭,૨૨,૨૩,૬૩૯ કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી છેલ્લા ૨૪ કલાકમાં ફક્ત ૧૭,૦૬,૫૯૮ ડોઝ આપવામાં આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હૉસ્પિટલોની પાસે અત્યારે પણ કોરોના રસીના ૩ કરોડથી વધારે ડોઝ ઉપલબ્ધ છે. રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ સ્ત્રોતોથી અત્યાર સુધી ૪૯,૪૯,૮૯,૫૫૦ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, તથા તેમને અત્યારે વધુ ૮,૦૪,૨૨૦ ડોઝ મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ સાથે જ આઇસીએમઆરએ જણાવ્યું કે, દેશમાં રવિવારના ૧૪,૨૮,૯૮૪ સેમ્પલ્સનું ટેસ્ટિંગ થયું. અત્યાર સુધી દેશમાં ૪૬,૯૬,૪૫,૪૯૪ની તપાસ થઈ ચૂકી છે.

કેરળમાં કોવિડ-૧૯ના ૨૦,૭૨૮ નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩૪,૧૧,૪૮૯ થઈ ગઈ છે અને ૫૬ દર્દીઓના મોત થયા બાદ મહામારીથી મરનારાઓની સંખ્યા વધીને ૧૬,૮૩૭ થઈ ગઈ છે. કેરળ સરકારે આની જાણકારી આપી. કેરળ સરકાર પ્રમાણે, આજે સતત છઠ્ઠો દિવસ છે જ્યારે કેરળમાં કોવિડ-૧૯ના ૨૦ હજારથી વધારે કેસ સામે આવ્યા છે. રાજ્યમાં ૨૭ જુલાઈથી અત્યાર સુધી સંક્રમણના ૧,૨૮,૩૭૩ કેસ સામે આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/