fbpx
રાષ્ટ્રીય

રોહિત શર્મા પાસે વર્લ્ડ રેકોર્ડ તોડવાની તક, આટલી સિક્સર ફટકારતા જ મેળવશે સિદ્ધિ

ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સીરિઝ રમાશે. આ સીરિઝની પ્રથમ મેચ 24 ફેબ્રુઆરીએ લખનઉંમાં રમાશે. ટી-20 સીરિઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. હિટમેનના નામથી જાણીતા રોહિત શર્મા ટી-20 ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

વર્લ્ડ ક્રિકેટમાં ટી-20 મેચમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલના નામે છે. ગુપ્ટિલે 112 મેચમાં અત્યાર સુધી 165 સિક્સર ફટકારી છે. આ દરમિયાન તેણે 287 ફોર પણ ફટકારી છે. જ્યારે રોહિત શર્મા આ મામલે બીજા નંબર પર છે. રોહિત શર્માએ 122 મેચમાં 154 સિક્સર ફટકારી છે. જો તે શ્રીલંકા વિરૂદ્ધ ટી-20 સીરિઝમાં 12 સિક્સર ફટકારે છે તો આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લેશે.

ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનારા ટોપ 10 ખેલાડીમાં રોહિત શર્મા એકમાત્ર ભારતીય ખેલાડી છે. આ મામલે વેસ્ટ ઇન્ડીઝનો ક્રિસ ગેલ ત્રીજા નંબર પર છે. ગેલે 79 મેચમાં 124 સિક્સર ફટકારી છે. જ્યારે ઇંગ્લેન્ડના ઇયાન મોર્ગન 120 સિક્સર સાથે ચોથા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એરોન ફિન્ચે પણ 120 સિક્સર ફટકારી છે અને તે પાંચમા સ્થાન પર છે.

મહત્વપૂર્ણ છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સીરિઝની પ્રથમ મેચ 24 ફેબ્રુઆરીએ લખનઉંમાં રમાશે. તે બાદ 26 ફેબ્રુઆરીએ બીજી અને 27 ફેબ્રુઆરીએ ત્રીજી ટી-20 ધર્મશાળામાં રમાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/