fbpx
રાષ્ટ્રીય

વધેલા ભાતમાંથી આ રીતે બનાવો ‘રસિયા મુઠિયા’, માત્ર 10 જ મિનિટમાં બની જશે

તમે પણ વધેલા ભાત ફેંકી દો છો? જો હા તો તમારે હવે અમારી આ રેસિપીથી ફેંકવા નહિં પડે. વધેલા ભાતમાંથી મસ્ત રસિયા મુઠિયા તમે બનાવી શકો છો. આ રસિયા મુઠિયા તમે ડિનરમાં ખાઓ છો તો મજ્જા પડી જાય છે. તો જાણી લો કેવી રીતે ઘરે બનાવશો રસિયા મુઠિયા.

સામગ્રી

1 બાઉલ રાંધેલો ભાત (બપોરના વધેલા ભાત પણ તમે લઇ શકો છો.)

1 નાનો બાઉલ ઘઉંનો લોટ

1 નાનો બાઉલ ચણાનો લોટ

દહીં

મીઠા લીમડાના પાન

1 ગ્લાસ પાણી

1 ગ્લાસ ખાટી છાશ

આખા લાલ મરચાં

લાલ મરચું

હળદર

ધાણાજીરું

ગરમ મસાલો

તેલ

જીરું

હિંગ

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત

  • વધેલા ભાતમાંથી રસિયા મુઠિયા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ભાત લો અને એમાં મીઠું સહિત ઉપર જણાવ્યા મુજબ બધા મસાલા એડ કરો.
  • હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.
  • તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખો અને લાલ સુકા મરચાં, હિંગ નાંખીને છાશ વધારી લો.
  • હવે આ છાશને સતત હલાવતા રહો.
  • છાશ હલાવતા સમયે ગેસ ધીમો કરવો ખૂબ જ જરૂરી છે.
  • ત્યારબાદ વધેલા ભાતમાં બધા લોટ નાંખીને મસાલો કરો અને પછી લોટ બાંધી લો.
  • હવે ગોળાકારમાં વાળી લો અને છાશ ઉકળે એટલે એમાં નાંખી દો.
  • આ બધી પ્રોસેસ થઇ જાય એટલે ઉપરથી થોડો મસાલો કરો અને મીઠા લીમડાના પાન નાંખો. જેથી કરીને સ્મેલ સારી આવે.
  • હવે 5 મિનિટ માટે ઢાંકી દો.
  • જેથી કરીને બધા મુઠિયા બરાબર ચઢી જાય અને થોડો રસો પણ ઘટ્ટ થાય.
  • તો તૈયાર છે રસિયા મુઠિયા.
  • આ રસિયા મુઠિયા પર તમે કોથમીર નાંખીને ગાર્નિશ કરો.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/