fbpx
રાષ્ટ્રીય

કોંગ્રેસને ૨૦ સપ્ટેમ્બર સુધી નવા અધ્યક્ષ મળી શકે છે.!

કોંગ્રેસ લાંબા સમયથી નવા અધ્યક્ષની રાહ જાેઈ રહી છે. તેને લઇને પાર્ટીમાં ઘણા દિવસથી મંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા ક્રમમાં રવિવારે પાર્ટીની મોટી બેઠક મળી હતી. જેમાં પાર્ટીના ચૂંટણી અધિકારીએ કહ્યું કે, ૨૦ સપ્ટેમ્બર સુધીમાં એક નવા પાર્ટી અધ્યક્ષની ચૂંટણી કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. પાર્ટીના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસુદન મિસ્ત્રીએ કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટેની છેલ્લી તારીખને મંજૂરી આપવાનું કોંગ્રેસ કાર્યકારી સમિતિ પર ર્નિભર છે. જે ૨૧ ઓગસ્ટથી ૨૦ સપ્ટેમ્બરની વચ્ચે કોઇપણ દિવસ હોઈ શકે છે.

સીડબ્લ્યૂસીએ ર્નિણય કર્યો હતો કે ૧૬ એપ્રિલથી ૩૧ મે, ૨૦૨૨ સુધી બ્લોક સમિતિઓ અને પ્રદેશ કોંગ્રેસ કમિટિના એક-એક સભ્ય માટે ચૂંટણી થાય. જિલ્લા કમિટિના અધ્યક્ષ અને કાર્યકારિણીની ચૂંટણી ૧ જૂનથી ૨૦ જુલાઈ વચ્ચે, પીસીસી પ્રમુખો અને એઆઇસીસીના સભ્યોની ચૂંટણી ૨૧ જુલાઈથી ૨૦ ઓગસ્ટ ૨૦૨૨ વચ્ચે અને એઆઇસીસીના અધ્યક્ષની ચૂંટણી ૨૧ ઓગસ્ટથી ૨૦ સપ્ટેમ્બર વચ્ચે યોજાય. તેના પર મિસ્ત્રીએ કહ્યું કે, અમે શિડ્યુલ સાથે જઈ રહ્યા છીએ. અમે પહેલા જ પાર્ટી નેતૃત્વને ચૂંટણી કાર્યક્રમ મોકલી ચૂક્યા છીએ અને સીડબ્લ્યૂસીની મંજૂરીની રાહ જાેઈ રહ્યા છીએ.

જે કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીની છેલ્લી તારીખ નક્કી કરશે. શું બ્લોક, જિલ્લા અને રાજ્ય કોંગ્રેસ સમિતિઓના સ્તરે સંગઠનાત્મક ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ અંગે પૂછવા પર તેમણે કહ્યું કે, પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જાેકે, મિસ્ત્રીએ કહ્યું કે, ચૂંટણી સત્તા એઆઇસીસીના પ્રતિનિધિઓને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે જેઓ પક્ષના ટોચના પદ માટે નિર્ણાયક ચૂંટણીમાં મતદાન કરશે. તેમણે કહ્યું કે, કાર્ય સમિતિ દ્વારા ચોક્કસ તારીખને નક્કી કરવામાં આવશે. આ માટે બેઠક ટૂંક સમયમાં યોજાશે. સોનીયા ગાંધી અને પાર્ટી કહી રહી છે કે ૨૦ સપ્ટેમ્બર સુધી કોંગ્રેસને તેમના નવા અધ્યક્ષ મળી જશે.

આ વચ્ચે જાણવા મળ્યું છે કે, ય્-૨૩ ચૂંટણી પ્રક્રિયા અને તેની પારદર્શિતા પર ચાંપતી નજર રાખી રહ્યા છે. રાજ્યસભામાં વિપક્ષના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ અને તેમના ડેપ્યુટી આનંદ શર્મા ઉપરાંત ભૂપિંદર સિંહ હુડ્ડા અને મીનષ તિવારી સહિત પ્રમુખ દિગ્ગજાેનો ગ્રુપ બ્લોકથી સીડબ્લ્યુસી સ્તર સુધી યોગ્ય ચૂંટણી માટે દબાણ કરી રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/