fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં હોસ્પિટલોમાં ઈન્જેક્શન અને દવાઓ પૂરી થતા મેડીકલ ઈમરજન્સી સર્જાઈ

પાકિસ્તાનમાં ચાલી રહેલા આર્થિક સંકટની ગરમી હવે તેની ‘હેલ્થકેર સિસ્ટમ’ સુધી પહોંચી ગઈ છે. સામાન્ય લોકોને જરૂરી દવાઓ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનનું ‘ફોરેન રિઝર્વ’ ખાડે ગયું છે, જેના કારણે આવશ્યક દવાઓ અથવા આવશ્યક ફાર્માસ્યુટિકલ ઘટકો (છઁૈં)ની આયાત નથી થઈ રહી. પ્રાપ્ત માહિતી અનુસાર, હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી રહી નથી અને ઓપરેશન થિયેટરમાં માત્ર બે અઠવાડિયાની દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓ બચી છે. પાકિસ્તાની મીડિયાના હવાલથી સમાચાર આવી રહ્યા છે કે દવાઓ અને તેને બનાવવા માટે જરૂરી ઘટકોની અછતને કારણે ફાર્માસ્યુટિકલ કંપનીઓએ દવાઓના ઉત્પાદનોમાં ઘટાડો કર્યો છે.

જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓપરેશન થિયેટરમાં માત્ર બે અઠવાડિયાનો જ એનેસ્થેસિયાનો સ્ટોક બચ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે દવાઓની અછતથી માત્ર દર્દીઓ જ નહીં પરંતુ ઘણા લોકોના રોજગાર પર પણ અસર પડી છે. દવા ઉત્પાદકોએ અર્થવ્યવસ્થાને દોષી ઠેરવતા વેપારી બેંકો પર દવાની આયાત માટે ધિરાણ ન આપવાનો આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે પાકિસ્તાનની લગભગ ૯૫% ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્‌સ આયાત પર ર્નિભર છે, જેમાંથી ચીન અને ભારતની આયાત મુખ્ય છે. પરંતુ બેંકો દ્વારા ધિરાણ ન આપતા પાકિસ્તાનના ચલણના અવમૂલ્યન અને વિદેશી મુદ્રા ભંડારને કારણે પાકિસ્તાની દવા ઉત્પાદકોને ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી છે.

એક ફાર્માસ્યુટિકલ કંપનીએ જણાવ્યું કે વિદેશથી આયાત કરવામાં આવેલી દવા કરાચી પોર્ટ પર પડી છે. અમે તેને લાવી શકતા નથી કારણ કે બેંકિંગ સિસ્ટમમાં ડોલરની અછત છે, ટ્રાફિક મોંઘો થઈ ગયો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પાકિસ્તાની રૂપિયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યું છે. પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં એક સર્વે બાદ જાણવા મળ્યું છે કે સામાન્ય પરંતુ અત્યંત આવશ્યક દવાઓની અછત અહીંના મોટાભાગના ગ્રાહકોને અસર કરી રહી છે.

આ દવાઓમાં પેનાડોલ, ઇન્સ્યુલિન, બ્રુફેન, ડિસ્પ્રિન, કેલ્પોલ, ટેગ્રલ, નિમેસુલાઇડ, હેપામર્ઝ, બુસ્કોપન અને રિવોટ્રિલ વગેરેનો સમાવેશ થાય છે. જાન્યુઆરીની શરૂઆતમાં, પાકિસ્તાન ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ઁઁસ્છ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ફારુક બુખારીએ ધ ટ્રિબ્યુન દ્વારા ટાંકવામાં આવ્યા હતા કે “જાે વર્તમાન નીતિઓ (આયાત પ્રતિબંધ) આગામી ચારથી પાંચ અઠવાડિયા સુધી ચાલુ રહેશે, તો સૌથી મોટો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ દેશમાં કટોકટી ઊભી થશે.’ તેમણે વધુમાં જણાવ્યું કે, ‘હાલમાં પાકિસ્તાનની ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્‌સમાં ૨૦-૨૫ ટકાનો ઘટાડો થયો છે.’

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/