fbpx
રાષ્ટ્રીય

રાજ્ય સરકારના કર્મચારી-અધિકારાઓના મોંધવારી ભથ્થાના લાભ માટે કોંગ્રેસના ધારાસભ્યનો ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર લખ્યો

રાજ્ય સરકારના કર્મચારી અને અધિકારીઓનુ કેન્દ્ર સરકારની રાહે બાકી રહેલા મોંઘવારી ભથ્થુ જાહેર કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા વખતો વખત વધારો કરાયો છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેનો લાભ ન અપાતા હોવાનો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો છે. ચાવડાએ પત્ર લખીને આ અંગે વિસ્તૃતમાં જાણ કરી છે. કોંગ્રેસના નેતા અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યુ છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી નિયંત્રિત થઈ શકતી નથી અને રાજ્ય સરકાર દિવસે-દિવસે વધી રહેલ તેલના ભાવ, પેટ્રોલ-ડીઝલના ભાવ, ઘર વપરાશની જીવન જરૂરી ચીજ વસ્તુઓ પર પણ નિયંત્રણ નથી.

કેન્દ્ર સરકારે જુલાઈ-૨૦૨૨થી ૪%નો મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે. તેને ૯ મહિના જેટલો સમય થયો હોવા છતાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું નથી. વધુમાં ચાવડાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર વારંવાર કેન્દ્ર સરકારની વાહવાહી કરતી હોય છે, પરંતુ જ્યારે જનતા અને કર્મચારીઓને લાભ આપવાની વાત આવે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દે શોષણ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓગસ્ટ-૨૦૨૨માં ૪% મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તાજેતરમાં જાન્યુઆરી-૨૦૨૩થી ૪% મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં ૪-૪%નો વધારો કરતા ૪૨% લેખે ચુકવવાનું થાય છે.

તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સરકારમાં કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવ્યો નથી અને ૩૪% લેખે મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવે છે. આ બાબતે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યના નાણાં મંત્રીને પત્ર પણ લખાવામાં આવ્યો છે. તેમ છતાં રાજ્ય સરકાર કર્મચારીઓની લાગણી સમજી શકી નથી. રાજ્યમાં ઉત્સવો અને કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયાનો વ્યય થાય છે, રાજ્ય સરકાર મોડલ સ્ટેટ હોવાના દાવાઓ થાય છે. પણ વાસ્તવિકતા છે, કે રાજ્યમાં હજારો કર્મચારીઓની ઘટ છે.

તેના કારણે કામ કરી રહેલ કર્મચારીઓ પર કામનું ભારણ વધે છે. રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ પાસે પૂરતું કામ લેવામાં આવે છે, અલગ-અલગ એક કરતાં વધુ જવાબદારીઓ સોંપવાની સાથે ચૂંટણીઓમાં તેમનો ઉપયોગ કરવામાં આવે છે, તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને તેમના હક્કનું મોંઘવારી ભથ્થું સમયસર આપવામાં આવતું નથી. તેઓ કહે છે કે, આથી, જુલાઈ-૨૦૨૨થી ૪% અને જાન્યુઆરી-૨૦૨૩થી ૪% મોંઘવારી ભથ્થામાં વધારો રાજ્ય સરકારના કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરોને ચુકવાવનો બાકી છે. તે તાત્કાલિક જાહેર કરીને ચુકવવા માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરીએ છીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/